ઉનાળામાં કસરત કરવી સરળ કામ નથી. આ હવામાનમાં હળવા વર્કઆઉટ કર્યા પછી પણ શરીરમાં ખૂબ પરસેવો થાય છે. કેટલાક લોકો ભારે વર્કઆઉટ કરવાનું પસંદ કરે છે, જેના કારણે તેમના હૃદયના ધબકારા વધી જાય છે અથવા તેઓ ઝડપથી શ્વાસ લેવા લાગે છે. ડીહાઈડ્રેશનની સમસ્યા ઉનાળામાં સૌથી વધુ જોવા મળે છે.
આ સિઝનમાં એનર્જી ડ્રિંક કે પાણી વારંવાર પીવાથી પણ વર્કઆઉટ નથી કરી શકાતું. થોડા ભારે વર્કઆઉટ કર્યા પછી પણ તમને ઝડપથી થાક લાગે છે. જેના કારણે વર્કઆઉટ પર પણ અસર જોવા મળી રહી છે. તો અહીં અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી વર્કઆઉટ દરમિયાન થતી સમસ્યાઓ ઓછી થઈ શકે છે.
વોર્મ અપ જરુરી છે : કેટલાક લોકો તરત જ વર્કઆઉટ કરવાનું શરૂ કરે છે. પરંતુ કસરત કરતા પહેલા વોર્મ અપ કરવાનું ભૂલશો નહીં. જ્યાં સુધી શરીર યોગ્ય રીતે ગરમ ન થાય ત્યાં સુધી, ઝડપથી થાકી જવાય છે. જેના કારણે માંસપેશીઓમાં ખેંચાણની સમસ્યા પણ થઈ શકે છે. તેથી વર્કઆઉટ પહેલાં વોર્મ અપ કરો.
વચ્ચે બ્રેક લો : સતત વર્કઆઉટ કરવું જોખમી બની શકે છે. તેથી વચ્ચે થોડો વિરામ લેવો જરૂરી છે. એવું બિલકુલ ન વિચારો કે બ્રેક લેવાથી તમારા વર્કઆઉટ પર અસર થશે. તમારી જરૂરિયાત મુજબ તમારા શરીરને આરામ આપો. તેનાથી શરીરને એનર્જી પણ મળશે. બ્રેક લેવાથી હૃદય પર ઓછું દબાણ પડે છે.
પૂરતું પાણી પીવો : વર્કઆઉટ પછી પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. જો કે તરત જ પાણી ન પીવો, તેના બદલે થોડો સમય વિરામ લો અને પછી જ આખા દિવસ દરમિયાન યોગ્ય માત્રામાં પાણી પીવો. આ સિવાય ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ પણ જાળવી રાખો.
ડાયટ છે જરુરી : વર્કઆઉટ કર્યા પછી યોગ્ય રીતે ડાયટ ફોલો કરો. યોગ્ય આહાર ન લેવાથી શરીર નબળું પડી શકે છે. આ ઉપરાંત વર્કઆઉટ પર પણ અસર પડે છે. ફિટનેસ માટે શક્ય તેટલું પ્રોટીન લો અને યોગ્ય માત્રામાં કાર્બોહાઇડ્રેટનો પણ સમાવેશ કરો.