રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ – અમદાવાદ દ્વારા દિનાંક 09-02-2025 રવિવારના રોજ ચાંદલોડિયા વિસ્તારના જ્ઞાનમંદિરનો વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, આ કાર્યક્રમમાં સેવા વસ્તીમાંથી આવતા ધોરણ ૪ થી ૯ સુધીના વિદ્યાર્થીઓ દ્વારા 16 જેટલા જુદા જુદા વિષયો નાટ્ય સ્વરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા. જેમાં,ભગવદ્ ગીતાના મૌખિક શ્લોક અર્થ સાથે બોલવા ધોરણ ૪ અને ૭ ના વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક ગણિતનું ડેમોસ્ટ્રેશન કથક નૃત્ય ઝાંસી રાણી લક્ષ્મીભાઈના જીવનની ઝાંખી મહાપુરુષોના જીવનના પ્રેરક પ્રસંગો પરથી પ્રશ્નોતરી આદિમુખ્ય છે.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીગણ અને દાતાશ્રીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રી દામોદરભાઈ પટેલ (સામાજીક કાર્યકર્ત) ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્ય વક્તા શ્રી રાકેશભાઈ પારેખ (કર્ણાવતી પશ્ચિમ વિભાગ, પ્રચાર પ્રમુખ, રા.સ્વ. સંઘ) દ્વારા જ્ઞાનમંદિરની માહિતી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.