આ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ચાર્જશીટમાં સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ કર્યા છે. ચાર્જશીટ પર સંજ્ઞાન લેવાની સુનાવણી 25 એપ્રિલ માટે નક્કી કરવામાં આવી છે. આ કેસમાં, ED પહેલાથી જ 64 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી ચૂકી છે.
રાહુલ-સોનિયા અને અન્યો સામે EDએ ચાર્જશીટ દાખલ કરી
ED એ રાહુલ, સોનિયા ગાંધી અને અન્ય લોકો વિરુદ્ધ PMLA ની કલમ 44 અને 45 હેઠળ ફરિયાદ દાખલ કરી છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આરોપીઓએ કલમ ૩ હેઠળ મની લોન્ડરિંગનો ગુનો કર્યો છે.
નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસ શું છે?
નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસ ઇન્ડિયન લિમિટેડ, એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) અને નેશનલ હેરાલ્ડ અખબાર વચ્ચેના વ્યવહારો સાથે સંબંધિત છે. એવો આરોપ છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાર્ટી ભંડોળનો દુરુપયોગ કર્યો અને AJLની સંપત્તિ તેમની ખાનગી નિયંત્રિત કંપની ‘યંગ ઇન્ડિયન’ને ટ્રાન્સફર કરી.
EDનો આરોપ છે કે પાર્ટીના ભંડોળનો ગેરકાયદેસર રીતે વ્યક્તિગત લાભ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો યંગ ઇન્ડિયનમાં 76 ટકા હિસ્સો છે.