નડિયાદ શહેરના મરીડા ભાગોળ વિસ્તારના અદનાન પાર્ક સોસાયટી ખાતે નિર્માણધિન મકાન ધરાશયી થતા પોલીસ, ફાયરબ્રિગેડ, એબ્યુલન્સ સહિત નગ૨પાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે બચાવ અર્થે પહોંચી હતી.
બચાવ કામગીરી હાથ ધરતા કુલ-૮ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુમાં આ ઘટના દરમિયાન કોઈ જાનહાનીનો બનાવ બનેલ નથી તેમ નડિયાદ નગરપાલિકાના ચીફ ઑફીસર દ્વારા જણાવવામાં આવ્યું હતું.