Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષાનો પ્રારંભ

આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષાનો પ્રારંભ

સમગ્ર રાજ્યની સાથે સાથે આણંદ જિલ્લામાં પણ આજથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે.ધોરણ ૧૦ ની પરીક્ષાઓ આપવા જઈ રહેલ વિદ્યાર્થીઓને આણંદ સ્થિત સરદાર પટેલ હાઇસ્કુલ ખાતે નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈએ પુષ્પગુચ્છ અને ચોકલેટ આપી શુભેચ્છાઓ પાઠવીને આવકાર્યા હતા.

આ પ્રસંગે ઋતુરાજ દેસાઈએ વિદ્યાર્થીઓ શાંત ચિતે પરીક્ષાઓ આપે, કોઈપણ પ્રકારનું ટેન્શન ન રાખે તે ખૂબ જ જરૂરી છે. કેમ જણાવતા ઉમેર્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જે મુજબ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં પરીક્ષા આપતા સમયે તેમને વ્યવસ્થિત બેસવાની તથા પીવાના પાણી સહિતની તમામ આનુસંગિક વ્યવસ્થાઓ ઉપરાંત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પણ ખાસ વ્યવસ્થા દરેક સ્કૂલો ખાતે ઊભી કરવામાં આવી છે.

નિવાસી અધિક કલેક્ટરએ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને કોઈપણ જાતના ટેન્શન વિના શાંત ચિત્તે પરીક્ષા આપવા અપીલ કરી હતી. આ તબક્કે જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીએ પણ વિદ્યાર્થીઓને આવકારી શુભેચ્છા પાઠવી હતી.

 

 

 

રિપોર્ટર-ભાવેશ સોની(આણંદ)

Filed under Anand Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.