આજ પાટણના એ.પી.એમ.સી. હોલે “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” સંદર્ભે પ્રબુદ્ધ નાગરિક સમેલન યોજાયું. કાર્યક્રમની આગેવાની કરી HUDCO ના ચેરમેન કે.સી. પટેલ એ, જેમના ઉદઘાટન ભાષણમાં દેશના હિત માટે વેદનાભર્યું અને આત્મવિશ્વાસપૂર્વક ભાષણ આપ્યું.
વિશિષ્ટ વાત એ રહી કે, પાટણ જિલ્લાના તમામ ભાજપના તાલુકા પ્રમુખો, નગરપાલિકાના કોર્પોરેટરો, અને સંગઠનના કાર્યકરો ઉપરાંત, શહેરના પ્રબુદ્ધ નાગરિકો, અને વિવિધ એનજીઓના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર હોલ જનમેદનથી છલકાતો દેખાયો.
કે.સી. પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને એનડીએ સરકાર દ્વારા ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ જેવો વિધેયક રજુ કરવો એ રાષ્ટ્રીય હિત માટેનો ઐતિહાસિક પગલું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, વારંવાર યોજાતી ચૂંટણી માત્ર સમય અને ખર્ચ જ નહિ, પણ વ્યવસ્થાઓ પર ભાર પેદા કરે છે. એક રાષ્ટ્ર એક ચૂંટણીથી સત્તાના સ્થાયિત્વ, વિકાસ continuity અને મતદારોમાં વધુ ચેતના જાગૃત થાય છે.
કાર્યક્રમના અંતે લોકોએ “એક રાષ્ટ્ર, એક ચૂંટણી”ના અભિપ્રાય પત્ર પર સહિ પણ કરી, જે જનમતના સમર્થનનું પ્રમાણ બન્યું.