શું નવા જ બનાવેલ રોડ નલસે જલ યોજના હેઠળ તોડવા તે મુખ્યમંત્રી શ્રી ના પરિપત્રથી વિરોધાભાષી ન કહેવાય !!
ઉમરેઠ ગામમાં અર્બન હેલ્થ ડેવલપમેન્ટ કંપની દ્વારા મહીસાગરનું પાણી ઘરે ઘરે પહોચાડવા નલ સે જલ યોજના અમલમાં મુકાયેલ છે. પણ આશ્ચર્ય અને વિચારમાં મૂકી દે તેવી વાત એ છે કે ઉમરેઠમાં નવા જ બનાવેલ આરસીસી અને ડામર રોડ આ યોજનામાં પાઇપલાઇન નાખવા તોડાઈ રહ્યા છે. સાથે સાથે ઘણા બધા પરિવારના પાણીના કનેક્શન અને ગટરના કનેકશનો મોટા પ્રમાણમાં તૂટી રહ્યા છે. પાણી અને ગટર જેવી પાયાની સગવડ વગર હેરાન થતા નગરજનો ઉમરેઠ નગરપલિકામાં હલ્લો મચાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ભલે નવા જ રોડ તોડીને કામ કરો છો પણ અમારે પાણી અને ગટર કનેક્શન વગર કેવી રીતે જીવવું !
મળતી માહિતી મુજબ ઉમરેઠ નગરપાલિકામાં ઉપરાછાપરી લોકોની આ વિષયની ફરિયાદ આવતાં નગરાલિકાઓ સત્તાધીશો વચ્ચેનું વાતાવરણ પણ ગરમાયું છે. ઉમરેઠના લોકો વિચારે ચઢી ગયા છે કે શું નલ સે જલ યોજના હેઠળ જે તે ફર્મને કામ સોંપાયું છે તેમની પર નગરપાલિકાની કોઈ જવાબદારી જ નથી ?
ઉપરાંત જ્યા પાણીની પાઈપલાઇન નાખવાની બાકી છે ત્યાં નવા રોડ છેલ્લા અઠવાડિયામાં બની ગયા છે તો શું હવે તે રોડ પણ તોડશે નલ સે જલ યોજના હેઠળ ? કરોડો રૂપિયાનો ખર્ચ કરીને બનાવેલ આખા ગામના રોડ તોડ્યા બાદ ફરી રિપેર થશે તો તેની મજબૂતાઇ ની શું ગેરંટી ? શું આવો ગંભીર વિષય મીડિયામાં આવવા છતાં પણ સ્થાનિક પ્રશાસનને કોઈ ફર્ક જ નથી પડતો ?
બોક્ષ :-
પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાની બનાવેલ રોડ તોડીને પાઇપલાઇન નંખાય છે તો તે રિપેર થઈને પહેલા જેવા જ મજબૂત રહેશે તેની શું ગેરંટી ! ગામમાં જે તે ફર્મને રોડ તોડવાનું ટેન્ડર આપ્યું હોય તેની જવાબદારીમાં નથી આવતું તૂટેલ પાણી અને ગટરના કનેકશનો તરત રિપેર કરી દેવા !