કોંગ્રેસ દ્વારા નડિયાદ શહેરમાં લગાવવામાં આવેલ લોકસભા ચુંટણી ૨૦૨૪ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના ભીંત ચિત્રો બાબતે ખોટું જુઠાણું ચલાવવામાં આવ્યું છે તેમ આ બાબતે ખંડન કરતા નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું કે નડિયાદ શહેરમાં લગાવવામાં આવેલ ભારતીય જનતા પાર્ટીના ભીંત ચિત્રો ચુંટણી પંચની આદર્શ આચાર સંહિતા મુજબ જ ખાનગી માલિકીની મિલકતો ઉપર મિલકત માલિકની સંમતિ સાથે લગાવવામાં આવેલ છે અને ચુંટણી પંચની આદર્શ આચાર સંહિતાનો કોઈ ભંગ થતો નથી. ચુંટણી પંચની આદર્શ આચાર સંહિતા મુજબ ખાનગી માલિકીની મિલકત પર મિલકત માલિકની સંમતી સાથે ચુંટણી પ્રચારાર્થે ભીંત ચિત્રો કે અન્ય કોઈ પણ પ્રચાર સામગ્રી લગાવી શકાય છે. જે આદર્શ આચાર સંહિતાની ગાઈડ લાઈન મુજબ છે.