Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

ખેડા સંસદીય વિસ્તારમાં જિલ્લા પંચાયત બેઠક દીઠ ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણનો પ્રથમ તબક્કાનો પ્રચાર શરૂ

ખેડા સંસદીય વિસ્તારમાં જિલ્લા પંચાયત બેઠક દીઠ ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણનો પ્રથમ તબક્કાનો પ્રચાર  શરૂ

આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં ૭મી મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે ખેડા સંસદીય બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે જિલ્લા ભાજપ સંગઠનની યોજના મુજબ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સાથે રાખી પ્રથમ તબબકાનો પ્રચાર સુપેરે પૂર્ણ કરી દીધો છે. જેમાં છેલ્લા પખવાડિયામાં ખેડા જિલ્લા પંચાયતની સંસદીય વિસ્તારની પ બેઠકો ઉપરાંત દસક્રોઈ અને ધોળકા વિસ્તારની બેઠકો પર પણ શક્તિ કેન્દ્રોના હોદ્દેદારો કાર્યકરોને રૂબરૂ મળી પ્રથમ તબબકાનું પ્રચારકાર્ય પૂર્ણ કર્યું છે.

આ પ્રચાર અભિયાન દરમિયાન ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ સાથે સંસદીય બેઠકના પ્રભારી જીવરાજભાઈ ચૌહાણ, ખેડા જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ, મહામંત્રી, સંયોજક , અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત જે તે વિસ્તારના સ્થાનિક ધારાસભ્યો સહિત હોદ્દેદારો, કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.નડિયાદ શહેરમાં ધારા સભ્ય પંકજભાઈ દેસાઈ,સહિત અમદાવાદના નિકોલ શહેરી વિસ્તારમાં ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહનનો વિદ્યુત વેગી પ્રચાર પૂર્ણ થઈ ગયો છે.આ પ્રચાર કાર્ય દરમિયાન ખેડાના સાંસદ ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણેલોકોને ઉમળકાભેર મળી જનતાના આશીર્વાદ લીધા હતા.

ખેડા જિલ્લા ભાજપ પ્રમુખએ પણ ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને સાત લાખ કરતા વધુ મતોથી ચૂંટી લાવવા કાર્યકરોને આહવાન કર્યું હતું.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.