વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે નવા વર્ષ પર ખેડૂતોને લઈને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે પાક વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના (RWBCIS)ની યોજનામાં સુધારાની મંજૂરી આપીને તે માટેનું બજેટ વધાર્યું છે જેને કારણે કરોડો ખેડૂતોને તેનો ફાયદો થશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પ્રધાનમંત્રી પાક વીમા માટે 69515 કરોડનું ફંડ ફાળવાયુ છે જેમાં કુદરતી આફતો અને પ્રતિકૂળ આબોહવાની પરિસ્થિતિઓને કારણે થતા નુકસાનને પણ આવરી લેવામાં આવે છે. પ્રીમિયમ દર 16 ટકાથી ઘટાડીને 11 ટકા કરવામાં આવ્યો છે.
The Union Cabinet, chaired by Prime Minister Shri @narendramodi Ji, has approved the continuation of the Pradhan Mantri Fasal Bima Yojana (PMFBY) and Restructured Weather Based Crop Insurance Scheme (RWBCIS) until 2025-26 with a total allocation of Rs. 69,515.71 crore. The Union… pic.twitter.com/rLOriDnblH
— Nitin Gadkari (@nitin_gadkari) January 1, 2025
કેબિનેટે પાક વીમા યોજનાના અમલીકરણમાં પારદર્શિતા વધારવા અને દાવાની ગણતરી અને પતાવટમાં મોટા પાયા પર ટેકનોલોજીના ઉપયોગને પણ મંજૂરી આપી છે. સરકાર 824.77 કરોડ રૂપિયાના ભંડોળ સાથે ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી ફંડ (FIAT) ની સ્થાપના કરશે. આ ભંડોળનો ઉપયોગ YES-TECH, WINDS વગેરે જેવી તકનીકી પહેલ તેમજ યોજના હેઠળ સંશોધન અને વિકાસ અભ્યાસ માટે નાણાં માટે કરવામાં આવશે.