ખેડા જિલ્લાના કપડવંજમાં પુત્ર મોહમાં અંધ બનેલા કળયુગી પિતાએ પોતાની 7 વર્ષની દીકરીને માતાની સામે જ મોતને ઘાટ ઉતારવાનો મામલામાં આતરસુંબા પોલીસે ફરીયાદ નોંધી હત્યારા પિતાની ધરપકડ કરી હતી.
કઠલાલ તાલુકાના માલવણ ગામના વિજય સોલંકી નામના પિતાએ ૭ વર્ષની પોતાની દીકરી ભૂમિકાની કેનાલમાં ફેકી હત્યા કરી હતી. મૃતક દીકરીની માતા અંજના સોલંકીએ પતિ વિજય સોલંકી સામે દીકરીની હત્યા કરવાની બાબતે આંતરસુંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આતરસુંબા પોલીસ દ્વારા આરોપી પિતા વિજય સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી દ્વારા પોલિસ પૂછપરછમાં ગુનાની કબૂલાત કરવામાં આવી હતી.
રીપોર્ટર – સુરેશ પારેખ (ખેડા )