કપડવંજ તાલુકાના મુળ આતરસુંબાના વતની અને સ્વ. છોટાલાલ શંકરલાલની દીકરી હાલ અમદાવાદ ખાતે રહેતા ૭૧ વર્ષીય શકુન્તલાબેન શશીકાંતભાઈ પંડ્યાએ શ્રીલંકા ઇન્ટરનેશનલ માસ્ટર એથલેટીક્સ ચેમ્પિયન ૨૦૨૫ માં શ્રીલંકા ખાતે ચાર મેડલ પ્રાપ્ત કર્યા હતાં. જેમાં ૪૦૦ મીટર દોડમાં સુવર્ણ પદક, ૧૦૦ મીટર હડૅલ દોડમાં રજત પદક, ૧૦૦ મીટર રીલે દોડમાં કાસ્ય પદક અને ૧૦૦ મીટર મિક્સડ રીલે દોડમાં કાસ્ય પદક મેળવી ભારતનું નામ રોશન કર્યું હતું. સાથે સાથે ગુજરાત અને કપડવંજ તાલુકાનું પણ નામ રોશન કર્યું હતું. આમાં કુલ ૧૨ દેશોએ ભાગ લીધો હતો. જેમાં ૪૦૦ મીટર દોડમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ખેડા જિલ્લા પોલીસ વડાના હસ્તે સહિત કુલ ૨૪ ગોલ્ડ મેડલ ગુજરાત રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ પ્રાપ્ત કર્યા હતાં. ૭૧ વર્ષિય શકુન્તલાબેન શશીકાંતભાઈ પંડ્યા હાલમાં શ્રીલંકા ખાતે ૧૨ જેટલા દેશોના સ્પર્ધકોમાં ગોલ્ડ મેડલ જીતી ભારત દેશનું નામ રોશન કર્યું છે. શકુન્તલાબેન પંડ્યા કપડવંજ ખાતે કોલેજ કાળ દરમિયાન રમત-ગમત તેમજ ભણવામાં પણ ફર્સ્ટ ક્લાસ ઉત્તીર્ણ થઈને કપડવંજ કોલેજથી મેડલ પ્રાપ્તિની શરૂઆત કરી હતી.
આજે ૭૧ વર્ષે પણ મેડલ મેળવી રહ્યા છે.અકલ્પનીય સિધ્ધ તેમની દીકરી પણ સૌમ્યા પાર્થ ઠક્કર પણ થ્રી ડી પેઈન્ટીગ અવ્વલ નંબર રહેતા માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મહેસાણા એક્સીડન્ટ ઝોન રોડ એક્સીડન્ટને અટકાવવા થ્રી ડી પેઈન્ટીગ કરતા પ્રભાવિત થઈ સૌમ્યા પાર્થ ઠક્કર તેમજ શકુંતલા પંડ્યાની રીસર્ચ માટે આમંત્રિત કર્યા હતાં.ત્યારબાદ અનેક સ્થળે થ્રી ડી પેઈન્ટીગની પ્રસિદ્ધિ મેળવી છે.
ઉપરાંતમાં દીકરી ભેગા મળીને અમદાવાદ વિશ્વકર્મા યુનિવર્સિટી ચાંદખેડા ખાતે એરોબિક જીમ ચલાવે છે તેમજ શકુંતલા પંડ્યા મોટીવેશન પણ કરે છે.તેમજ શકુન્તલા પંડ્યાનો દીકરો સંજોગ પંડ્યા વિઝા કન્સલ્ટન્સીનુ કામ ખૂબ સારૂ કામ સંભાળી રહ્યો છે.હજી પણ શંકુતલા પંડ્યા વિશ્વ કક્ષાએ એશાયાઈ દેશમાં ભાગ મેળવી ભારત દેશનું નામ રોશન કરવા માટે બીડું ઝડપ્યું છે.