હાલના સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. રાજકીય નિવેદનો, લશ્કરી હલચલ વચ્ચે લોકોમાં ભય અને ચિંતાનો માહોલ બન્યો છે. આવી સ્થિતિમાં, ભૂતપૂર્વ પાકિસ્તાની મેજર તાહિર ઇકબાલનું પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં સંબોધન કરતો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ ભાવુક થયા છે અને તેમના દેશને કહે છે કે, આ સમય હવે રબને યાદ કરવાનો છે.
अभी हमने आधिकारिक तौर पर पाकिस्तान को धमकाना शुरू भी नहीं किया है, उससे पहले ही पाकिस्तानी सांसद रोने लगे कि… अल्लाह हमारी रक्षा करे।#OperationSindoor #PakistanArmy #Pakistan pic.twitter.com/dz2I7UlfNG
— One India News (@oneindianewscom) May 8, 2025
શું કહ્યું ભૂતપૂર્વ પાકિસ્તાની મેજરે?
તેમણે વધુમાં કહ્યું કે, “બધાને કહીશ કે, રબને યાદ કરે અને પ્રાર્થના કરે કે આ દેશની રક્ષા કરે . અહીંયા અમારી હાલત થઈ છે એ અમને જ ખબર છે, અમે ક્યારેય કલ્પના નહોતી કરી કે અમારી હાલત આવી થશે.”
ભારતનો આકરો જવાબ
7-8 મેની રાત્રે ભારતના ઉત્તરી અને પશ્ચિમી લશ્કરી થાણાઓ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન અને મિસાઇલ હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનની પરિસ્થિતિ પાયાવિહોણી કરી નાખી છે. ભારતે ચેતવણી આપી છે કે, પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવતી કોઈપણ ઉશ્કેરણીનો કડક જવાબ આપવામાં આવશે.