ગળતેશ્વરના થર્મલ પાવર સ્ટેશન નજીક દિપડાએ દેખા દીધી હતી, જેને લીધે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જે બાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરૂ મૂકવામાં આવ્યો હતો, જેમાં દિપડો આવી જતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લાના ગળતેશ્વરના થર્મલ પાવર સ્ટેશન પાછળ માનવ ભક્ષી દીપડાને મહાત કરવા પાંજરું મુકાતા પાંજરે પુરાયો હતો. આસપાસના ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો. થોડા દિવસ પહેલા તા. 9/12/2024 ના જહેમત બાદ ફોરેસ્ટ અધિકારીઓએ એક દીપડાને પાજરે પૂર્યો હતો. આજે બીજો પણ દીપડો પાંજરે પૂરતા ગામ લોકોએ રાહતનો શ્વાસ ખાધો.