દેશભરમાં હવામાન પોતાના અલગ-અલગ રૂપ બતાવે છે. આ દરમિયાન IMDએ અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ બેંગલુરૂ માટે ઓરેન્જ એલર્ટ અને કર્ણાટકના વિવિધ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
#WATCH | Karnataka: Severe waterlogging persists in parts of Bengaluru city following heavy rainfall.
(Visuals from Shanti Nagar area and BMTC bus depot) pic.twitter.com/1WxDXCNbLt
— ANI (@ANI) May 20, 2025
12 કલાકમાં 130 મીમી વરસાદ
રવિવારે સાંજથી સોમવાર સવાર સુધી લગભગ 12 કલાકમાં 130 મીમી વરસાદથી બેંગલુરૂને ભારે નુકસાન થયું છે. અહીં ત્રણ લોકોના મોત નિપજ્યા છે, 500 ઘરોમાં પાણી ભરાઈ ગયા, 20થી વધુ તળાવો છલકાઈ ગયા છે. મહત્ત્વપૂર્ણ વિસ્તારોના ડઝનથી વધારે રસ્તા જળમાર્ગમાં ફેરવાઈ ગયા હતાં, અંડરપાસ અને ફ્લાઇઓવર પર પાણી ભરાઈ ગયા છે, વાહનવ્યવહાર પણ કલાકો સુધી ઠપ્પ રહ્યો અને બેંગલુરૂના અનેક વિસ્તારોમાં જાહેર સેવા ઠપ થઈ ગઈ છે.
એક દાયકાનો બીજો સૌથી વધુ વરસાદ
ભારે વરસાદ અને વાવાઝોડાએ શહેરના દક્ષિણ, ઉત્તર અને પૂર્વ વિસ્તારોમાં તબાહી મચાવી દીધી હતી. હવામાન વિભાગે આવનારા પાંચ દિવસો સુધી બેંગલુરૂમમાં ભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે. BBMPના ચીફ કમિશનર મહેશ્વર રાવે તેને એક દાયકામાં બીજા નંબરનો સૌથી વધુ વરસાદ ગણાવ્યો છે.
#WATCH | Karnataka: Parts of Mangaluru city receive incessant heavy rainfall. A tree was uprooted in Kadri area of the city due to the heavy downpour. No injuries were reported. Road clearing operations are being undertaken.
The Indian Meteorological Department (IMD) has issued… pic.twitter.com/jmvIy8ENsV
— ANI (@ANI) May 20, 2025
કમોસમી વરસાદથી અનેક લોકોના મોત
સોમવારે સાંજે 6.15 વાગ્યાની આસપાસ દક્ષિણ બેંગલુરૂમાં ડોલર્સ કોલોની, બીટીએમ લેઆઉટ 2જી સ્ટેજમાં આવેલા મધુવન એપાર્ટમેન્ટમાં ભરાયેલા વરસાદી પાણીને બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે 63 વર્ષીય મનમોહન કામથ અને 12 વર્ષીય સુરક્ષા ગાર્ડના પુત્ર દિનેશનું વીજળીના કરંટથી મૃત્યુ થયું. પહેલા માળે રહેતા કામથે પાણી બહાર કાઢવા માટે મોટર ખરીદી. તે જ સમયે, ગાર્ડ ભરતનો પુત્ર દિનેશ કામથને મદદ કરવા બહાર આવ્યો. જ્યારે મોટર પ્લગ ઇન કરવામાં આવી, ત્યારે બંનેને ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો. અન્ય રહેવાસીઓ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. નોંધનીય છે કે, દિનેશ ત્રણ મહિના પહેલા તેના માતા-પિતા સાથે નેપાળથી બેંગલુરુ આવ્યો હતો.
વ્હાઇટફિલ્ડમાં હાઉસકીપિંગ સ્ટાફ તરીકે કામ કરતી 32 વર્ષીય શશિકલાનું તેમની ઓફિસ પાસે આવેલી ઇમારતની દિવાલ ધરાશાયી થવાથી મોત નિપજ્યું હતું. મુખ્યમંત્રીએ તેમના પરિવારને 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સે હાથ ધરી કાર્યવાહી
વ્હાઇટફિલ્ડથી લગભગ 50 કિમી દૂર, કેંગેરીના કોટે લેઆઉટમાં 100 ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. અહીંના રસ્તાઓ ગટરમાં ફેરવાઈ ગયા હતા, જેના કારણે 44 ફોર-વ્હીલર અને 93 ટુ-વ્હીલર તણાઈ ગયા હતા. આ સિવાય 27 વૃક્ષો ઉખડી ગયા હતા અને 43થી વધુ વૃક્ષોની ડાળીઓ તૂટી ગઈ હતી. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સે પૂરગ્રસ્ત ઘર અને મહોલ્લામાંથી લોકોને બચાવવા માટે હોડીઓ તૈનાત કરી હતી.
કર્ણાટક સ્ટેટ નેચરલ ડિઝાસ્ટર મોનિટરિંગ સેન્ટર અનુસાર, કોરામંગલા, બસવનગુડી, મરાઠાહલ્લી અને એચએએલ એરપોર્ટ જેવા અન્ય વિસ્તારોમાં પણ 90 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. યેલહંકાના 29 માંથી 20 તળાવો સંપૂર્ણ ક્ષમતાએ પહોંચી ગયા છે. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ જંકશન પાણીમાં ડૂબી ગયું હતું.શહેરના કેન્દ્ર, ડબલ રોડ, રિચમંડ ટાઉન અને શાંતિ નગરમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા અને ટુ-વ્હીલર પાણીમાં તરતા જોવા મળ્યા હતા. ગંભીર પૂરને કારણે ઇલેક્ટ્રોનિક્સ સિટી એલિવેટેડ એક્સપ્રેસ વે અને મરાઠાહલ્લી તરફ જતો આઉટર રિંગ રોડ બંધ કરવામાં આવ્યો છે. આ સિવાય જાહેર પરિવહન સેવાઓ પર ભારે અસર પડી છે. શાંતિનગરમાં આવેલા BMTC બસ ડેપો પાણીમાં ડૂબી ગયું હતું. BMTCના એક અધિકારીએ જણાવ્યું કે, જ્યારે ડ્રાઇવરો અને કંડક્ટરો સવારે 6 વાગ્યે પહોંચ્યા, ત્યારે તેઓ બસો બહાર ન કાઢી શક્યા. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ પણ પાણીથી ભરાઈ ગઈ હતી, જેના કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર આઠ રૂમમાં રાખેલા સત્તાવાર રેકોર્ડને નુકસાન થયું હતું.
અનેક વિસ્તારોમાં સર્જાયુ પૂર
મહાદેવપુરામાં ઓછામાં ઓછા 10 સ્થળોએ ભારે પૂર આવ્યું. સાઈ લેઆઉટ ફરીથી સંપૂર્ણપણે ડૂબી ગયું. રાહત કામગીરી માટે અધિકારીઓએ છ ટ્રેક્ટર, બે જેસીબી, ત્રણ ફાયર ટેન્ડર, 35 કર્મચારીઓ અને બે એસડીઆરએફ બોટ તૈનાત કરી હતી. અસરગ્રસ્ત રહેવાસીઓને ખોરાક અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું. મરાઠાહલ્લી, ચિન્નાપ્પનહલ્લી 5મી ક્રોસ, પનાથુર અંડરપાસ, ગ્રીન હૂડ, ઇબલુર જંકશન, બાલાજી લેઆઉટ (કોથનુર), કૃષ્ણા નગર (એ નારાયણપુરા), સુનીલ લેઆઉટ, હરાલુર અને BSP લા ઉત (કસવાનહલ્લી)માં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી.