જેમાં તેઓએ નર્મદા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ અંકુશમાં હોવાનો ચિતાર રજૂ કર્યો હતો. જીલ્લામાં પોલીસ સતર્કતાથી કામ કરતી હોવાનું તેમણે જણાવ્યું હતું. ત્યારે વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે નર્મદા જિલ્લામાં ઘુસાડાતા હોવાની જાણ દેડીયાપાડા પોલીસને થતા, પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે મોડી રાત્રે એક અરટીગા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જેથી દારૂના વેપલા સાથે સંકળાયેલા બુટલેગરોમાં ભારે ફાફડાટ ફેલાયો છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના દેડીયાપાડાના બયડી ગામથી મગરદેવ તરફ જવાના માર્ગે દેડીયાપાડા પોલીસને બાતમી મળી હતી કે એક અરટિગા કારમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય થઈ રહ્યો છે. ત્યારે દેડીયાપાડા PI પ્રકાશ પંડ્યા સહીત સ્ટાફના જવાનોએ વોચ ગોઠવી હતી. જેથી કારને ઉભી રાખી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂના પ્લાસ્ટિકના કવાટરિયા મળી આવ્યા હતા. આ જોઈ પોલીસ ચોકી ગઈ હતી. પોલીસે કારમાં સવાર બે યુવકોને ઝડપી પાડ્યા હતા. જેમાં દેડીયાપાડા તાલુકા ભાજપના યુવા મોરચાના મહામંત્રી અજય ચેતરભાઈ વસાવા રહે. સોલિયા તા. દેડીયાપાડા અને સંતોષ હરિલાલ વસાવા રહે. સોલિયા તા. દેડીયાપાડાને ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે કારમાંથી રૂપિયા 2.40 લાખના વિદેશી દારૂના 2400 નંગ પ્લાસ્ટિકના કવાટરીયા રૂ. 90,000ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન અને રૂ. 5 લાખની કિંમતની અરટીગા કાર મળી કુલ રૂ.8.30 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. સમગ્ર દેડિયાપાડા પંથકમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનની દારૂની હેરાફેરીમાં સંડોવણી બહાર આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. હવે શિસ્તબદ્ધ પાર્ટી કઈ રીતે યુવા પ્રમુખ ઉપર એક્શન લે છે. તે જીલ્લાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.