ખેડા નગર માં ફૈઝાને મદીના મસ્જીદ પાછળ રહેતા બુટલેગર આશિક ઉર્ફે સદામ ઈદ્રીશ મોહમદ વ્હોરા ના ઘેર પોલીસે રાતના છાપો મારી બુટલેગર ના ઘર પાસે એક આઈસર માંથી વિદેશી કવાર્ટર નંગ બોટલો નંગ-૩૩,૬૦૦ કિંમત રૂપિયા ૩૩,૩૨,૦૦૦ નો જથ્થો ઝડપી પાડી પોલીસે બુટલેગરની અટકાયત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા શહેર પોલીસને રાત્રિના સમયે બાતમી મળી હતી કે નગરમાં આવેલ ફૈઝાને મદીના મસ્જીદ પાછળ રહેતો બુટલેગર આશિક ઉર્ફે સહમ ઇદ્રીશ મોહમદ વ્હોરા મુળ રહે. બોરવાડ આઈસર નંબર જી.જે.૨૦-ડી ટી.-૩૨૭૮ માં બહારથી મોટી માત્રામાં ભરી લાવેલ વિદેશી દારૂ ના જથ્થા નુ કટીગ કરવાનો છે જેના પગલે પોલીસ ટીમે તુરંત ત્યાં દોડી જઈ છાપો માર્યો હતો અને પોલીસે બુટલેગર આશિક ઉર્ફે સધમ પર પાસે પાર્ક આઈસર નંબર જી.જે.૨૭-ડી.ટી.-૩૨૭૮ ની તપાસ હાથ ધરી પોલીસે આઈસર ના પાછળના ભાગે મુકેલ વિદેશી-ઘરૂની ૧૮૦મી.લી.ની પ્લાસ્ટીકની બોટલો નંગ-૩૩,૨૦૦ કિંમત રૂપિયા.૩૩,૩૬,૦૦૦ નો જથ્થો ઝડપી પાડયો હતો..
પોલીસે હાજર બુટલેગર આશિક ઉર્ફે સધમ ઇંદ્રીગ મોહમદ વ્હોરા ની અટકાયત કરી પોલીસે વિદેશી દારૂનો જથ્થો આઈસર રોકડા રૂપિયા ૧૧૮૦ તેમજ એક મોબાઈલ સહિત કુલ રૂપિયા ૫૧,૫૨, ૧૮૦ ની કિંમત નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જૂના ગોવા ખાતેથી બુટલેગર રાહુલ વડોદરા વાળા ના સાગરીતે આઈસરમાં આ વિદેશી દારૂનો જથ્થો ભરી આપ્યો હતો અને આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ આઈસર બુટલેગર રાહુલ વડોદરા વાળાનો સાગરીત એવો બુટલેગર અરવીંદ ઉર્ફે ટીનો અંબુ ચાવડા રહે. વીસનગર તા.ઠાસરા ડાકોર પાસે લેવા આવવાનો હોવાનો ખુલાસો થયો હતો.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)