ઇન્સ્ટિટ્યૂટ ઑફ રુરલ મેનેજમેન્ટ આણંદ (આઇઆરએમએ)એ શનિવાર, 14 ડિસેમ્બર, 2024ના રોજ તેના 45મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે આણંદમાં આવેલા આઇઆરએમએ ઑડિટોરિયમ ખાતે ભૂતપૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સુરેશ પ્રભુ દ્વારા 12મું વર્ગીસ કુરિયન સ્મૃતિ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. માનનીય ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી વૉટર મેનેજમેન્ટ, સહકારી મંડળીઓ અને કૃષિ સમુદાયનું આર્થિક સશક્તિકરણ કરવામાં કુશળતા ધરાવવાની સાથે કૃષિમાં પરિવર્તન લાવવાના નિષ્ણાત પણ છે.
આઇઆરએમએ અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી)ના ચેરમેન ડૉ. મીનેશ શાહની સાથે આઇઆરએમએના ડિરેક્ટર ડૉ. ઉમાકાંત દાસ, આઇઆરએમએ સોસાયટી અને બૉર્ડના સભ્યો, ફેકલ્ટીના સભ્યો, આઇઆરએમએના એકેડેમિક પ્રોગ્રામના વિદ્યાર્થીઓ અને આમંત્રિત મહાનુભાવોએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
શ્રી યુરેશ પ્રભુએ આ અતિ વ્યાખ્યાનમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ રુરલ પ્રોસ્પેરિટી ધી ફાઉન્ડેશન ખોફ વિકસિત ભારત. વિષય પર વાત કરી હતી.
આઇઆરએમએના સ્થાપક ચેરમેન અને ભારતમાં શ્વેત ક્રાંતિના જનક તરીકે જાણીતા ડૉ. વર્ગીસ કુરિયનની સ્મૃતિમાં ડૉ. વર્ગીસ કુરિયન સ્મૃતિ વ્યાખ્યાનની સ્થાપના કરવામાં આવી છે. છેલ્લાં કેટલાક વર્ષો દરમિયાન ડૉ. એમ. એસ. સ્વામીનાથન, ડૉ. રઘુરામ રાજન, ડૉ. રમેશ ચંદ, ડૉ. કૃષ્ણમૂર્તિ વી. સુબ્રમણ્યમ, શ્રી અરૂણ મારિયા અને ડૉ. શ્રીકાંત સાબરાની જેવા દિગ્ગજો આ પ્રસંગે ઊંડી જાણકારી પૂરી પાડનારા વ્યાખ્યાનો આપી ચૂક્યાં છે.