અરવલ્લી જિલ્લામાં સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાન દ્વારા ધ્યાન કેન્દ્ર આકાર પામશે. એક સાથે 50 હજાર લોકો ધ્યાન કરી શકે એવી સુવિધા સાથે રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર નિર્માણ કરવામાં આવનાર છે. જેના શિલાન્યાસ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં શિલાન્યાસ
શિલાન્યાસ પ્રસંગે 70 હજાર હરિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાન એટલે કે, SMVS ના અધ્યક્ષ ગુરુવર્ય સત્યસંકલ્પદાસજી સ્વામીનો સંકલ્પ હતો અને જેને લઈ આ કેન્દ્ર નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્યાન કેન્દ્રનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દેશ વિદેશથી હરીભક્તો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
જય સ્વામિનારાયણ ⊍
આજ રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રહીયોલ કંપા ખાતે એસ.એમ.વી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિર-વાસણા સંસ્થા દ્વારા આયોજિત ગુરુદેવ પ.પૂ. બાપજીના 92 માં પ્રાગટય દિવસ ના શુભદિને અનાદિમુક્ત વિશ્વમના ભવ્યાતિભવ્ય શિલાન્યાસ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ… pic.twitter.com/CFYI6U6kY2
— Dr. Kuber Dindor (Modi Ka Parivar) (@kuberdindor) March 25, 2024
350 વિઘામાં પામશે આકાર
સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાન દ્વારા આ વિશાળ ધ્યાન કેન્દ્ર તૈયાર કરવામાં આવી રહ્યુ છે. જે મોડાસા-ધનસુરા સ્ટેટ હાઇવે પર લગભગ સાડા ત્રણસો વીઘા જમીનમાં ધ્યાન કેન્દ્ર આકાર લેશે. છેલ્લા પાંચેક વર્ષથી સંસ્થાન દ્વારા રાજ્યમાં ધ્યાન કેન્દ્રના સ્થળ માટે જમીન શોધવામાં આવી રહી હતી. ત્યાર બાદ મોડાસા ધનસુરા હાઇવે પરની આ જગ્યા પર પસંદગી ઉતારવામાં આવી હતી.
જ્યા નદી અને પર્વતો સહિત તળાવ પણ હોવાને લઈ સુંદર નયનરમ્ય દ્રશ્ય કુદરતે સર્જ્યુ છે. પ્રાકૃતિક સુંદર વાતાવરણ વચ્ચે વિશાળ ધ્યાન કેન્દ્રને આકાર આપવામાં આવશે. આ સ્થળ પર જરુરી તમામ સુવિધાઓ તૈયાર કરવામાં આવશે.