રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત રૂડસેટ સંસ્થા અને જિલ્લા ગ્રામ વિકાસ, ખેડાના સંયુક્ત ઉપક્રમે રૂડસેટ સંસ્થા પીપલગ ખાતે બહેનો માટે નિઃશુલ્ક દરજીકામની તાલીમ યોજાઈ હતી. જેમાં ખેડા જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની બી.પી.એલ પરિવારની ૨૬ બેરોજગાર બહેનોએ સફળતા પૂર્વક તાલીમમાં ભાગ લીધો હતો. તાલીમાર્થીઓને મુખ્ય મહેમાનના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને તાલીમાર્થીઓને ભવિષ્યમાં પોતાનો વ્યવસાય શરૂ કરવામાં અન્ય મદદ જેવી કે બૅન્ક ધિરાણ અને સરકાર દ્વારા આપવામાં વગેરેમાં મદદરૂપ થવા ખાતરી આપી હતી. આ તાલીમના પૂર્ણાહુતિ પ્રસંગે હાર્દિકભાઈ શાહ, જૈન ખાખરા, ઉત્તરસંડા અને તુલસીબેન વાઘેલા, એ.પી.એમ, વસો તથા મનહર પરમાર, નિયામક, રૂડસેટ સંસ્થા ઉપસ્થિત રહ્યા હતા.