હળદર વાળુ દૂધ દરેક દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે. આ દૂધને પીવાથી હાડકા અને મસલ્સના દુખાવામાં રાહત મળે છે. હળદર બેસ્ટ મસાલો છે જે એન્ટીબેક્ટેરિયલ ગુણોની સાથે સાથે પ્રાકૃતિક પેનકિલર પણ છે.
દૂધ પીવાથી હાડકા, મસલ્સ અને દાંતોને મજબૂતી મળે છે. હળદર વાળુ દૂધ પીવાથી ઈમ્યુનિટી, બોડી પેનથી લઈને ઘણા અન્ય લાભ થાય છે. સુતા પહેલા 1 ગ્લાસ હળદર વાળુ દૂધ પીવાથી જાણો સ્વાસ્થ્યને શું લાભ થાય છે.
રાત્રે સુતા પહેલા 1 ગ્લાસ હળદર વાળુ દૂધ પીવાથી સારી ઊંધ આવે છે. હળદર અને દૂધના કોમ્બિનેશનથી ઊંઘ વાળા એમીનો એસિડ રિલીઝ થાય છે જે તમારી બોડીને રિલેક્સ કરવામાં મદદ કરે છે.
હળદર એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરેલી હોય છે. દૂધમાં ઈમ્યુનિટી વધારતા એન્ઝાઈમ્સ હોય છે. માટે હળદરનું દૂધ પીવાથી ઈમ્યુનિટીથી લઈને સિઝનલ બીમારીઓ જેવી કે શરદી ખાંસી અને ફ્લૂથી બચી શકાય છે.
હળદરમાં કર્ક્યૂમિન હોય છે હળદરનો આ ગુણ સોજા ઓછા કરે છે. માટે હળદરને એન્ટી-ઈન્ફ્લામેટરી પણ કહેવામાં આવે છે. દૂધ અને હળદરને મિક્સ કરીને પીવાથી શરીરના કોઈ પણ અંગમાં થતા સોજાને ઓછા કરવામાં મદદ મળે છે. હળદરનું દૂધ પીવાથી અર્થરાઈટિસના દર્દીમાં પણ ઘટાડો થાય છે. માટે રોજ રાત્રે 1 ગ્લાસ હળદરનું દૂધ જરૂર પીવો.
હળદરને ડિટોક્સિંગ એજન્ટ માનવામાં આવે છે. હળદર તમારા લિવરને ડિટોક્સ કરે છે. હળદરનું દૂધ પીવાથી લિવરમાં જમા ગંદકી સાફ થઈને બહાર નિકળી જાય છે. જેનાથી લિવરના કામ કરવાની પ્રોસેસ સરળ બને છે. રાત્રે હળદર વાળું દૂધ પીવાથી લિવરની ફંક્શનિંગ પણ વધે છે.
હળદર અને દૂધ બન્ને આપણી ત્વચાને નિખારવાનું કામ કરે છે. હળદરથી ખિલ, પિંપલ્સ ઓછા થાય છે. ત્યાં જ દૂધ સ્કિનને જરૂરી પોષણ આપે છે અને ડ્રાય સ્કિનની સમસ્યાને દૂર કરે છે. રોજ રાત્રે 1 ગ્લાસ હળદર વાળુ દૂધ પીને સુવાથી સ્કિનને અંદરથી પોષણ મળે છે જેનાથી એજિંગ પણ નથી થતી અને સ્કિનનો નેચરલ ગ્લો વધે છે.