જે જે લોકો ઓનલાઇન શોપિંગ કરે છે તેમના માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. હવેથી એમેઝોનમાં ઓનલાઈન ખરીદી કરતી વખતે ગ્રાહકોએ 49 રૂપિયા પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે. આ ફી તેવા લોકો પાસેથી લેવામાં આવશે જેઓ ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ એટલે કે IBD નો ઉપયોગ કરે છે. જો ડિસ્કાઉન્ટ 500 રૂપિયાથી વધુ હોય તો ગ્રાહકે 49 રૂપિયા પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે. આ ફી એમેઝોન દ્વારા હમણાં જ શરૂ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, આ નિયમ ગઈકાલથી જ અમલમાં આવ્યો છે.
જો તમે Amazon પર ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ (IBD) નો ઉપયોગ કરો છો, તો હવે ₹49 પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે.
ક્યારે લાગુ પડશે ફી?
જો તમે IBD ઑફર હેઠળ ₹500 કે તેથી વધુ ડિસ્કાઉન્ટ મેળવો છો, તો ₹49 પ્રોસેસિંગ ફી લાગુ પડશે.
જો ડિસ્કાઉન્ટ ₹500 થી ઓછી છે, તો કોઈ ફી નહીં લાગે.
ક્યારેથી લાગુ પડ્યો છે નવો નિયમ?
આ નિયમ ગઈકાલથી (21 માર્ચ 2025) થી અમલમાં આવ્યો છે.
શોપિંગ કરતા પહેલા ચેક કરો!
જો તમે Amazon પર IBD ઑફર સાથે ખરીદી કરો છો, તો તમારા બિલમાં ₹49 પ્રોસેસિંગ ચાર્જ ઉમેરાયેલું હોય તે ચેક કરવાનું ભૂલશો નહીં.
10,000ની ખરીદી માટે કેટલી ફી વસુલાશે?
એમેઝોન દ્વારા વસૂલવામાં આવતા ચાર્જને ધ્યાનથી સમજવાની જરૂર છે. મતલબ કે જો તમે 10,000 રૂપિયામાં ખરીદી કરો છો અને 10% બચત એટલે કે 1,000 રૂપિયા બેંક ડિસ્કાઉન્ટ તરીકે મેળવો છો તો 9,000 રૂપિયા ચૂકવવાને બદલે તમારે 9,049 રૂપિયા ચૂકવવા પડશે.
ફ્લિપકાર્ટ પહેલાથી જ કરી રહ્યું છે પ્રોસેસિંગ ફી વસૂલ
બેંક ડિસ્કાઉન્ટ વખતે રાખો ધ્યાન
ઓનલાઇન કસ્ટમરે હવે ધ્યાન આપવું પડશે કે તેમને કેટલું બેંક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો બેંક ડિસ્કાઉન્ટ 500 રૂપિયાથી ઓછું હોય તો કોઈ પ્રોસેસિંગ ફી લેવામાં નહીં આવે. રિપોર્ટ મુજબ એમેઝોન હેલ્પ સેન્ટરમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ઓર્ડર કેન્સલ કરવામાં આવે કે પરત કરવામાં આવે તો પણ પ્રોસેસિંગ ફી પરત કરવામાં નહીં આવે.
બદલી શકો છો પેમેન્ટ મોડ
હવે ઓનલાઈન ખરીદી કરતી વખતે લોકોએ પેમેન્ટ કઈ રીતથી કરી રહ્યા છે તેનું ધ્યાન રાખવું પડશે. જો બેંક ડિસ્કાઉન્ટ 500 રૂપિયાથી વધુ હોય તો પેમેન્ટની રીત બદલી શકાય છે. જો કોઈ યુઝર્સ પ્રોડક્ટ પરત કરવાના મૂડમાં ન હોય તો તે 49 રૂપિયાની પ્રોસેસિંગ ફી ચૂકવી શકે છે. જેથી એમ કહી શકાય કે લોકોને બેંકોમાં મળતું ડિસ્કાઉન્ટ હવે ઓછુ થઈ જશે.