નડિયાદ નગરપાલિકામાં વિવિધ કમિટીના ચેરમેનોનો સમયગાળો પૂર્ણ થઈ જતા કમિટીઓના ચેરમેનોની નિમણૂક કરવામા આવી હતી. સોમવારે બપોરે 12:00 વાગે નગરપાલિકાના સભા હોલમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સામાન્ય સભા દરમિયાન વિવિધ કમિટીના ચેરમેનોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ ચેરમેનોના નામ પક્ષ દ્વારા એક શીલ બંધ કવરમાં વ્હીપ દ્વારા મોકલવામાં આવ્યા હતા જેને સૌની વચ્ચે ખોલવામાં આવ્યું હતું અને ત્યારબાદ નામોની જાહેરાત કરવામાં આવી હતી.
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ જણાવ્યું હતું કે આ વખતે નડિયાદ નગરપાલિકામાં થયેલ વિવિધ કમિટીઓની નિમણૂકમાંનો રિપીટ થિયરીનો અમલ કરવામાં આવ્યો છે.
નડિયાદ નગર પાલિકાની બીજા ટર્મની આજે બીજી બોર્ડ મીટિંગમાં વિવિધ કમીટીઓની રચના કરી દેવામાં આવી છે. કારોબારી કમીટી, વોટર વર્કસ કમીટી, લીગલ કમીટી સહિત 18 કમીટીઓની રચના કરી દેવામાં આવી છે. જોકે એક અંદરે કોઈ વિરોધ વગર આ કમીટીઓની ગોઠવણી કરવામાં આવી છે. મહત્વની વાત કરવામાં આવે તો, નડિયાદ નગરમાં લાંબા સમયથી સીટી બસ સેવા બંધ હાલતમાં છે. પાલિકા દ્વારા તેના આગતરુ આયોજનના ભાગરૂપે કામગીરી શરુ કરી છે. આ વચ્ચે આ કમીટીમા સિટી બસ કમીટીના ચેરમેનનો પણ સમાવેશ થયો છે. આ બોર્ડ મીટિંગમાં જિલ્લા ભાજપ કમલમ ખાતેથી નામની યાદી આવી અને જાહેર કરાઈ હતી.