સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાયેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026માં ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (IFSC) — ગિફ્ટ સિટી — વૈશ્વિક રોકાણકારો, નાણાકીય સંસ્થાઓ અને અગ્રણી ફિનટેક કંપનીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનીને ઊભર્યું છે. પ્રથમ વખત WEFમાં ભાગ લેતા ગિફ્ટ સિટીના પ્રતિનિધિમંડળે વૈશ્વિક મંચ પર ભારતના આધુનિક નાણાકીય માળખા, મજબૂત નિયમનકારી વ્યવસ્થા અને ભવિષ્યમુખી દ્રષ્ટિને અસરકારક રીતે રજૂ કરી છે.
ગિફ્ટ સિટીના પ્રતિનિધિમંડળે યુરોક્લિયર, માર્શ મેક્લેનન, ઇન્વેસ્કો, વિઝા (Visa) અને નાસ્ડેક (Nasdaq) જેવી વિશ્વપ્રસિદ્ધ નાણાકીય સંસ્થાઓના વરિષ્ઠ નેતૃત્વ સાથે શ્રેણીબદ્ધ વ્યૂહાત્મક બેઠકો યોજી હતી. આ ચર્ચાઓ દરમિયાન ભારતીય મૂડી બજારની વધતી ક્ષમતા, આંતરરાષ્ટ્રીય મૂડી પ્રવાહની શક્યતાઓ તેમજ ગિફ્ટ સિટીના ‘યુનિફાઇડ રેગ્યુલેટરી એન્વાયરમેન્ટ’ની વિશેષતાઓ પર વિગતવાર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો, જેના કારણે વૈશ્વિક રોકાણકારોમાં વિશ્વાસ વધુ મજબૂત થયો છે.
The GIFT City delegation continued its strong and focused engagement at WEF Davos, holding a series of high-value meetings with global industry leaders, innovators, and decision-makers.
Today’s discussions with senior leadership from Global Entrepreneurship Network, Equinix,… pic.twitter.com/ZK8aKmZCtz
— Harsh Sanghavi (@sanghaviharsh) January 22, 2026
ફાઇનાન્સ ઉપરાંત ટેકનોલોજી ક્ષેત્રે પણ ગિફ્ટ સિટીએ પોતાની મજબૂત ઓળખ સ્થાપિત કરી છે. કોગ્નિઝન્ટ, ક્વોલકોમ, વિપ્રો, એરટેલ અને ક્લાઉડફ્લેર જેવી અગ્રણી ટેક કંપનીઓ સાથેના સંવાદ અને સહકારથી ગિફ્ટ સિટી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC), ડિજિટલ ફાઇનાન્સડિજિટલ ફાઇનાન્સ અને AI આધારિત પ્લેટફોર્મ્સ માટે એક આકર્ષક અને સ્પર્ધાત્મક ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યું છે.
આ પ્રસંગે ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ સંજય કૌલે જણાવ્યું હતું કે, વૈશ્વિક સંસ્થાઓ હવે ભારતને માત્ર એક મોટા બજાર તરીકે નહીં, પરંતુ અદ્યતન ટેકનોલોજી અને ફાઇનાન્શિયલ ઓપરેશન્સના વિશ્વસનીય વૈશ્વિક કેન્દ્ર તરીકે જોઈ રહી છે. દાવોસમાં થયેલી આ ચર્ચાઓ ગિફ્ટ સિટીના નિયમનકારી માળખા અને ઇકોસિસ્ટમ પર વધતા વૈશ્વિક વિશ્વાસનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. WEF 2026માં ગિફ્ટ સિટીની આ સશક્ત હાજરીએ સાબિત કરી દીધું છે કે ભારત હવે બેંકિંગ, મૂડી બજાર અને ઇન્શ્યોરન્સ ક્ષેત્રે વૈશ્વિક સ્પર્ધા માટે સંપૂર્ણપણે સજ્જ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel