click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દેશના ૭૭ માં ગણતંત્ર દિવસના અવસરે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gandhinagar > દેશના ૭૭ માં ગણતંત્ર દિવસના અવસરે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો
GandhinagarGujarat

દેશના ૭૭ માં ગણતંત્ર દિવસના અવસરે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો

દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર વીર સપૂતોનું સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ હેઠળ આજે સાચા અર્થમાં સાકાર થતું જોવા મળી રહ્યું છે - જગદીશભાઈ વિશ્વકર્મા

Last updated: 2026/01/26 at 2:57 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

૧૪૦ કરોડ ભારતીયોનો સહયોગથી ભારત “વિકસિત ભારત-૨૦૪૭”ના પથ પર અગ્રેસર

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, દેશના ૭૭મા પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રીઓ, પ્રદેશ પદાધિકારીઓ, સાંસદઓ, ધારાસભ્યઓ, સિનિયર આગેવાનો, અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યાં હતાં.

સૌ નાગરિકોને દેશના ૭૭મા પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ભારત આજે “વિકસિત ભારત”ની દિશામાં દ્રઢપણે આગળ વધી રહ્યું છે. દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર વીર સપૂતોનું સ્વતંત્ર, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતનું જે સ્વપ્ન હતું તે આજે સાચા અર્થમાં સાકાર થતું જોવા મળી રહ્યું છે. સમગ્ર વિશ્વ આજે ભારતની વિકાસયાત્રાને સન્માન અને ગૌરવની નજરે જોઈ રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલું “વિકસિત ભારત–૨૦૪૭”નું સ્વપ્ન આજે દેશના ૧૪૦ કરોડ નાગરિકોના સામૂહિક પ્રયાસોથી સાકાર થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વમાં ભારતે વૈશ્વિક સ્તરે નવી ઓળખ ઉભી કરી છે.  મોદીજીએ ગુજરાતના વિકાસની કંડારેલી વિકાસની કેડી પર આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ નિષ્ઠા સાથે કાર્ય કરી રહ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, ગામડાં, ગરીબ, આદિવાસી, ખેડૂત, વંચિત વર્ગ, મહિલાઓ અને યુવાનો તમામ માટે સરકારની યોજનાઓ થકી સર્વસમાવેશી વિકાસ સુનિશ્ચિત થયો છે. યુવાનો માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મહિલાઓ માટે લખપતિ દીદી યોજના, ખેડૂતો માટે કલ્યાણકારી યોજનાઓ તથા ડિફેન્સ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં ભારતે ઐતિહાસિક પ્રગતિ કરી છે. આજે કાશ્મીરના લાલ ચોક પર ગૌરવપૂર્વક તિરંગો લહેરાય છે અને આર્ટિકલ ૩૭૦ હટાવવાનો ઐતિહાસિક નિર્ણય દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દ્રઢ નેતૃત્વનું પરિણામ છે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, આઝાદ ભારતના સ્વપ્નને સાકાર કરવામાં ૧૪૦ કરોડ ભારતીયોનો સહયોગ પ્રધાનમંત્રી મોદીજીને મળી રહ્યો છે અને આ દિશામાં ભારત સતત આગળ વધી રહ્યું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: ‘વિકસિત ભારત-2047’, @india, ૭૭ માં ગણતંત્ર દિવસ, 77th Republic Day, 77th Republic Day 2026, BJP State President Jagdishbhai Vishwakarma, Breaking news, CM Gujarat, flag hoisting ceremony, gandhinagar, gujarat, Gujarat Pradesh BJP, gujarati news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Shri Kamalam, topnews, topnewschannelinindia, ગાંધીનગર, ગુજરાત, ગુજરાત પ્રદેશ, ગુજરાત પ્રદેશ ભાજપ, ધ્વજવંદન સમારોહ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, વિકસિત ભારત, શ્રી કમલમ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 26, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નડિયાદ મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી
Next Article નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ‘ટ્રાફિક એક્શન પ્લાન’ પુસ્તકનું વિમોચન અને પિકલ બોલ કોર્ટનું ઉદ્ઘાટન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?