Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

શ્રી સંતરામ વિદ્યાલય નડિયાદની વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાએ વિજેતા

શ્રી સંતરામ વિદ્યાલય નડિયાદની વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાએ વિજેતા

કમિશનર યુવા સેવક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ખેડા-નડિયાદ દ્વારા ખેડા જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધાનું આયોજન શ્રી સંતરામ વિદ્યાલય નડિયાદ ખાતે તારીખ ૨૧-૦૯-૨૦૨૪ ના રોજ યોજવામાં આવ્યું હતું.

જેમા શ્રી સંતરામ વિદ્યાલય નડિયાદની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબામાં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ છે. હવે
તેઓ રાજ્ય કક્ષાએ ગરબા રમવા માટે જશે, જિલ્લા કક્ષાએ વિજેતા થવા બદલ અને રાજ્યકક્ષાએ પસંદગી પામવા થવા બદલ શાળા પરિવાર તરફથી ખુબ ખુબ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

જિલ્લા કક્ષાએ ગરબામાં વિજેતા થવા બદલ અને રાજ્યકક્ષાએ પસંદગી પામવા બદલ. સંસ્થાના પ્રમુખ પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજ તથા મંત્રી સંત નિર્ગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના સુભાષિશ પાઠવેલ છે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.