કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કઠલાલ તાલુકાના ગોગજીપુરા ગામે ૭૫મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ. ધ્વજવંદન કાર્યક્રમ બાદ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણએ ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું. તેમજ રૂ. ૧.૦૭ કરોડના ખર્ચે નિર્માણ થયેલ નવા ગોગજીપુરા પ્રાથમિક શાળાના નવીન મકાનનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે શાળાના બાળકોએ અનેરો સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો. જેમાં ધારાસભ્ય, અધિકારીઓ, પદાધિકારીઓ અને કઠલાલ તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ગુજરાતની શાંતિ અને સુરક્ષા માટે સદાય તત્પર રહેનાર નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓ, કર્મીઓ અને વિવિધ ક્ષેત્રમાં સરાહનીય સેવાઓ આપનાર લોકોને તેમની વિશિષ્ટ સેવાઓ બદલ સન્માનિત કરી, પ્રોત્સાહિત કર્યાં હતા.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)