રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગ્રંથાલય ખાતું, ગાંધીનગર, ગુજરાત રાજ્ય દ્વારા સચાલિત ખેડા જિલ્લાના કઠલાલ ખાતે સરકારી તાલુકા ગ્રંથાલય કઠલાલનું ધારાસભ્ય રાજેશ ઝાલાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
મંગળીયાવાડ, લક્ષ્મી કુવા પાસે, કપડવંજ રોડ, કઠલાલ ખાતે લોકાર્પણ કરાયેલ આ પુસ્તકાલય મંગળવારથી શનિવાર સુધી સવારે ૧૦:૩૦ થી ૬:૧૦ કલાક સુધી તેમજ રવિવારે સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. આ પુસ્તકાલયમાં ૩ હજાર પુસ્તકો, ૦૪ વર્તમાનપત્રો અને ૨૦ સામયિકો વાચકો માટે રાખવામાં આવ્યા છે. આ પુસ્તકાલયના ગ્રંથપાલ ભાવિનીબેન ઝાલા છે. ગ્રંથાલયખાતાના નિયામક ડો. પંકજ કે. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આ પુસ્તકાલય પ્રારંભ કરાયું છે.
આ લોકાર્પણ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ ગૌતમસિંહ ચૌહાણ, ઉપ-પ્રમુખ પ્રશાંતભાઈ પટેલ તેમજ અગ્રણી કિરણસિંહ રાઠોડ, બીપીનભાઈ પટેલ, મામલતદાર સંગ્રામસિહ બારૈયા, સિનિયર સિટીઝન કલબના પ્રમુખ રમેશભાઈ પટેલ, તાલુકા સંગઠન મહામંત્રી દલપતસિંહ ડાભી, અલ્પેશ ઝાલા, કઠલાલ શહેર ભાજપ ઉપપ્રમુખ દિલીપસિંહ તેમજ સ્થાનિક અગ્રણીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટર-સુરેશ પારેખ(કપડવંજ )