સિહોરમાં સંકલિત બાળવિકાસ યોજના કચેરી અને આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલ પોષણ સંગમ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું.
સરકારની વિવિધ યોજનાઓ તથા જાગૃતિ સંદર્ભે સિહોરમાં માર્ગદર્શન હેતુ કાર્યક્રમ યોજાઈ ગયો. પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત સિહોર સંકલિત બાળ વિકાસ યોજના કચેરીનાં ફરજ પરનાં અધિકારી હેમાબેન મહેતા, સિહોર તાલુકા આરોગ્ય કચેરીનાં અધિકારી આશિયા હુનાણી દ્વારા તાલીમાર્થીઓને પોષણ અને આરોગ્ય સંબંધી જાણકારી આપવામાં આવી.
આ માર્ગદર્શન તાલીમ સંદર્ભે આરોગ્ય કેન્દ્રોનાં તબીબી અધિકારીઓ મોના ભટ્ટ, નરગીસ પઠાણ, પૂજાબા ગોહિલ, હિતેશ કુકડેજા વગેરે દ્વારા જાગૃતિ વિગતો આપવામાં આવી.
સિહોર સંકલિત બાળવિકાસ યોજના કચેરી અને આરોગ્ય વિભાગ અધિકારીઓ અને કર્મચારીઓનાં સંકલન સાથે યોજાયેલ પોષણ સંગમ કાર્યક્રમમાં સંબંધિત તાલીમાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.