ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ રાજ્ય સ્તરીય બેન્કર્સ કમિટીની (SLBC) 187મી બેઠક યોજાઇ, જેમાં નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા રાજ્યના 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરને હર્ષ સંઘવીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યું. આ બેઠકમાં સંબોધન કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીે જણાવ્યું કે, એક સમય હતો જ્યારે ભારતમાં બેન્કિંગ સેવાઓ માત્ર ધનિક અને શહેરી વર્ગ સુધી સીમિત હતી, પરંતુ પ્રધાનમંત્રી જન ધન યોજનાના માધ્યમથી દેશના બેન્કિંગ ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે. આજે ગુજરાતમાં બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણમાં રાજ્યે આગળ વધી છે, રાજ્યનું બેન્કિંગ નેટવર્ક 11,000 શાખાઓ સુધી પહોંચ્યું છે, જેમાંથી 56 ટકાથી વધુ શાખાઓ ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત છે. આ વિસ્તૃત નેટવર્કના માધ્યમથી ગુજરાતમાં પોણા બે કરોડથી વધુ જન ધન ખાતા ખૂલ્યા છે, જે સાબિત કરે છે કે રાજ્યના ગરીબમાં ગરીબ લોકો પણ આજે સુદ્રઢ બેન્કિંગ સેવાનો લાભ લઈ રહ્યા છે.
હર્ષ સંઘવીએ સાયબર ક્રાઇમને હાલના સમયમાં સૌથી મોટો પડકાર ગણાવી જણાવ્યું કે સરકાર અને બેન્કિંગ ક્ષેત્ર સાથે મળીને સાયબર ગુનાઓને અટકાવવાની દિશામાં અસરકારક કામગીરી કરી શકાય છે. ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું કે, રાજ્યના 1930 હેલ્પલાઇન પર ગઈકાલે નોંધાયેલા તમામ સાયબર ગુનાઓમાં, ગુજરાત પોલીસે વિવિધ બેન્કોની સહાયથી 100 ટકા રકમ ફ્રીઝ કરવામાં સફળતા મેળવી હતી. તેમણે ઉમેર્યું કે, જો પ્રોએક્ટિવ પ્રયાસો સતત ચાલુ રાખવામાં આવે અને બેન્કો સાથે સહયોગ જળવાય, તો દરેક સાયબર ક્રાઇમની રકમ બ્લોક કરીને ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો લાવવામાં સફળતા મળશે.
હર્ષ સંઘવીએ એક જીવંત ઉદાહરણ આપ્યું કે, તાજેતરમાં અમદાવાદમાં એક વૃદ્ધ ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યો હતો. આ વૃદ્ધ ડરીને પોતાની જીવનભરી કમાણી રૂ. 45 લાખની ફિક્સ ડિપોઝિટ તોડીને અન્ય ખાતામાં RTGS મારફતે ટ્રાન્સફર કરવા બેંકમાં આવ્યા હતા. બેન્કના સતર્ક મેનેજર જયેશ ગાંધીે વૃદ્ધના વ્યવહારને ધ્યાનપૂર્વક સમજી અને તેમની સાથે વાતચીત કરીને, ડિજીટલ એરેસ્ટની સ્થિતિ સમજાવી અને મદદ કરી, જેના પરિણામે વૃદ્ધના નાણાં સુરક્ષિત રહ્યા. આ ઘટના હર્ષ સંઘવી માટે બેન્કિંગ ક્ષેત્રમાં માનવતા અને જવાબદારીનું ઉદ્દાહરણ બની, અને તેમણે આ પ્રસંગે જણાવ્યું કે, બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ માત્ર આર્થિક સશક્તિકરણ જ નહીં, પણ લોકોને સલામતી અને વિશ્વાસ પૂરો પાડવાનો માર્ગ પણ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel