ગાંધીનગર સ્થિત રાજભવનને હવે એક નવા અને વધુ લોકકેન્દ્રિત સ્વરૂપમાં ઓળખ આપવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 1 ડિસેમ્બરની સાંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેરાત કરી હતી કે રાજભવનનું નામ હવે સત્તાવાર રીતે ‘ગુજરાત લોકભવન’ રાખવામાં આવ્યું છે. તેમણે લખ્યું કે આ માત્ર નામ બદલવાનું નિર્ણયો નથી, પરંતુ જનસેવા માટેની ભાવનાને વધુ ઊંડાણપૂર્વક સ્વીકારવાનો સંકલ્પ છે. આ પરિવર્તનનો મૂળ હેતુ રાજ્યપાલના નિવાસસ્થાનને માત્ર એક શાસકીય સ્થાન સુધી મર્યાદિત ન રાખીને, તેને નાગરિકો સાથે જોડતા એક જીવંત, સર્જનાત્મક અને સેવા આધારિત કેન્દ્ર તરીકે વિકસાવવાનો છે.
गुजरात राजभवन का नाम अब ‘गुजरात लोकभवन’ होगा।
यह परिवर्तन केवल नाम का नहीं, बल्कि जनसेवा की भावना को और गहराई से आत्मसात करने का संकल्प है।
लोकभवन – अर्थात जनता सर्वोपरि।
अब यह भवन केवल राज्यपाल का निवास नहीं, बल्कि नागरिकों, विद्यार्थियों, किसानों, शोधकर्ताओं, सामाजिक संगठनों… pic.twitter.com/YwMBhcXAPd
— Acharya Devvrat (@ADevvrat) December 1, 2025
આચાર્ય દેવવ્રતે તેમની પોસ્ટમાં જણાવ્યું કે હવે લોકભવન માત્ર રાજ્યપાલનું નિવાસસ્થાન નહીં રહે, પરંતુ નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, સંશોધકો અને સામાજિક સંગઠનો સાથે સતત સંવાદ, સહકાર અને ભાગીદારી માટેનું એક ખુલ્લું મંચ બનશે. વર્ષોથી રાજભવન મારફતે કુદરતી ખેતી, નૈતિક શિક્ષણ, મહિલા સશક્તિકરણ, પર્યાવરણ સંરક્ષણ અને આદિવાસી વિકાસ જેવા અનેક ક્ષેત્રોમાં લોકકલ્યાણ માટે કરવામાં આવેલા પ્રયત્નોને હવે વધુ દિશા અને ગતિ આપવા માટે ‘લોકભવન’ નામ પ્રેરણારૂપ બનશે. આના માધ્યમથી રાજભવન રાજ્યના જનજીવન, સંસ્કૃતિ, અને સામાજિક વિકાસ સાથે વધુ નજીકથી સંકળાશે.
રાજ્યપાલે જણાવ્યું કે આ પરિવર્તનનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય સરકાર અને લોકો વચ્ચે સેવા, માર્ગદર્શન અને સહકારના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. તેમણે જનતાને ‘લોકભવનની આત્મા’ ગણાવી છે અને આશા વ્યક્ત કરી છે કે આ સ્થાન આગળ ચાલીને સમાજના સર્વાંગી વિકાસમાં એક પ્રેરણાદાયી કેન્દ્ર તરીકે ઉભરી આવશે. આ રીતે, ‘ગુજરાત લોકભવન’ રાજ્યના લોકો માટે એક ખુલ્લું, સકારાત્મક અને જનકલ્યાણ આધારિત પ્રતીક બનશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel