ગુજરાત સરકારની મંત્રીમંડળ બેઠકમાં રાજ્યના ‘ગ્રીટ’ (Gujarat Regional & Integrated Economic Team)ને કાર્યક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ગ્રીટની રચના પછી હવે તેમાં અધિકારીઓની સત્તાવાર નિયુક્તિ કરી દેવામાં આવી છે. આ અધિકારીઓને રાજ્યના વિવિધ વિસ્તારોની ચોક્કસ જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેથી વિકાસ યોજનાઓ વધુ સુવ્યવસ્થિત અને સમયસર અમલમાં આવી શકે.
મંજીલબદ્ધ વિકાસ માટે સોંપાયેલા વિસ્તાર
મંત્રીમંડળે ક્ષેત્રવાર અધિકારીઓની નિમણૂક કરીને આગામી વર્ષોમાં ગુજરાતના વિકાસ માટે માર્ગ સરળ બનાવ્યો છે. પી. સ્વરૂપને મધ્ય ગુજરાત, રાજેન્દ્ર કુમારને સૌરાષ્ટ્ર, શાલિની અગ્રવાલને દક્ષિણ ગુજરાત, ધવલ પટેલને સૌરાષ્ટ્ર દરિયાકાંઠો અને પ્રવિણા ડી.કે.ને ઉત્તર ગુજરાતની જવાબદારી સોંપાઈ છે. આ અધિકારીઓ તેમના વિસ્તારોના રોડ-રસ્તા, નગર વિકાસ, સ્થાનિક જરૂરિયાતો, આર્થિક સંભાવનાઓ અને ભૌગોલિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વિગતવાર માર્ગદર્શિકા (રોડમેપ) તૈયાર કરશે.
2030–2047ના વિકાસનો રોડમેપ
ગ્રીટ દ્વારા ગુજરાતના વિકાસ માટે શોર્ટ-ટર્મ (2030), મીડ-ટર્મ (2035) અને લોંગ-ટોર્મ (2047) રોડમેપ તૈયાર કરવામાં આવશે. આ હેઠળ દરેક જિલ્લામાં વિકાસની સંભાવનાઓનું મૂલ્યાંકન થશે અને પ્રદેશ મુજબ 6 વિકાસ ક્લસ્ટરની યોજના પણ અમલમાં મૂકવામાં આવશે. રાજ્ય સરકારે આર્થિક શહેરોના માસ્ટર પ્લાનને પણ મંજૂરી આપી છે, જે ભવિષ્યમાં ઉદ્યોગો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગાર વૃદ્ધિ માટે આધાર પુરવાર થશે.
આ સમગ્ર પ્રક્રિયા દ્વારા સરકારનું મુખ્ય લક્ષ્ય વિવિધ વિસ્તારોના સંતુલિત અને ઝડપી વિકાસનું છે, જેથી ગુજરાત 2047 સુધીના ‘વિકસિત રાજ્ય’ના લક્ષ્યને પૂર્ણ કરી શકે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel