આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી જિલ્લા અને રાજ્યભરમાં રાજકિય ચહલ પહલ તેજ બની છે, પ્રદેશ કક્ષાએ અને જિલ્લા સ્તર પર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાનો સિલસિલો જારી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ સેવાદળના પ્રમુખ વિજયભાઈ જીવાભાઈ પટેલ અને કઠલાલ તાલુકા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ રાયસિંગભાઈ પરમારે કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા.
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુંસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ સહિત હોદ્દેદારોએ બંનેને ભાજપનો ખેસ ધારણ કરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. આ ઉપરાંત ગુજરાત રાજપૂત સેવા સમાજના વિજયસિંહ મહિડા અને તેમના સમર્થકોએ ભાજપમાં જોડાઈ ભગવો ધારણ કર્યો હતો.