પેલેસ્ટાઈનથી મોટા સમાચાર આવી રહ્યા છે. ઈઝરાયેલની વાયુસેનાએ આતંકવાદી સંગઠન હમાસના નાણામંત્રી અબુ શમાલાનેઠાર કરી દીધા છે. હમાસના રાજકીય બ્યુરોના સભ્ય અબુ અહમદ ઝકારિયા મુઅમ્મરને પણ ઇઝરાયેલની વાયુસેનાએ ઠાર કર્યો હતો.
અત્યાર સુધી 1200 ઈઝરાયલી લોકોના મોત
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની આ લડાઈમાં લગભગ 1200 ઈઝરાયેલી નાગરિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. જ્યારે તેના બદલા સ્વરૂપે ઈઝરાયેલની વાયુસેનાએ સમગ્ર ગાઝા વિસ્તારને તબાહ કરી દીધો છે. હમાસે હજુ પણ 130 થી વધુ ઇઝરાયેલી નાગરિકોને બંધક બનાવી રાખ્યાં છે.
ગાઝા પટ્ટીમાં પણ મૃતકાંક વધ્યો
આ સાથે જ ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલામાં મૃત્યુઆંક 800ની નજીક પહોંચી ગયો છે. ચાર હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલની વાયુસેનાએ ગાઝાની વસાહતોને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી છે. ઇઝરાયેલે કહ્યું છે કે હમાસે યુદ્ધ શરૂ કર્યું છે પરંતુ અમે તેને ખતમ કરીશું.
નેવી કમાન્ડર પણ કસ્ટડીમાં
ઈઝરાયેલની સેનાએ જવાબી હુમલાના પહેલા જ દિવસે આતંકી સંગઠન હમાસના નૌકાદળના વડાને કસ્ટડીમાં લઈ લીધો હતો. હમાસના નેવલ ચીફ મુહમ્મદ અબુ અલીએ ઈઝરાયલી મ્યુઝિક ફેસ્ટિવલ પર ભયાનક હુમલો કર્યો હતો. હુમલાના પહેલા જ દિવસે ઇઝરાયેલની વાયુસેનાએ હમાસના બેઝ પર હુમલો કર્યો હતો જ્યાંથી હમાસ હુમલા કરી રહ્યું હતું.