મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે આયાતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુના અહેવાલો સામે આવ્યા બાદ ગુજરાતના કોડિનારમાં તેમના સમર્થનમાં જુલૂસ કાઢવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, આ રેલી ગીર સોમનાથ જિલ્લાના કોડિનારમાં બુખારી મહોલ્લાથી કબ્રસ્તાન સુધી કાઢવામાં આવી હતી.
આ દરમિયાન રેલીમાં જોડાયેલા લોકોએ અમેરિકા અને ઇઝરાયેલ વિરુદ્ધ નારા લગાવ્યા હતા. રેલીમાં મોટી સંખ્યામાં શિયા મુસ્લિમો જોડાયા હોવાની માહિતી મળી રહી છે.
માહિતી અનુસાર, મિડલ ઈસ્ટમાં હાલમાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ખામેનેઈના મોત થયાના અહેવાલો ચર્ચામાં આવ્યા છે, જેના કારણે પ્રાદેશિક તણાવ વધુ વધી રહ્યો છે.
આ યુદ્ધ જેવી સ્થિતિના કારણે મિડલ ઈસ્ટ વિસ્તારમાં હવાઈ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. અનેક ફ્લાઇટ રૂટ બદલવામાં આવ્યા છે અને કેટલાક હવાઈ ક્ષેત્રો આંશિક રીતે બંધ કરવામાં આવ્યા છે. તેના કારણે ઘણા ભારતીયો, જેમાં ગુજરાતીઓ પણ સામેલ છે, હાલમાં તે વિસ્તારમાં ફસાયા હોવાની માહિતી મળી રહી છે.
કોડિનારમાં ખામેનેઈના સમર્થનમાં નીકળેલી આ રેલીને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે અને ઘટનાને લઈને પ્રશાસન પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel