બાંગ્લાદેશમાં હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિન્દુ પુજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ હિન્દુઓ રસ્તાઓ પર આવી સમગ્ર ઘટનાનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે હિન્દુઓ સાથે બર્બરતા કરી હતી. આ વચ્ચે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ચેતના સોસાયટીનું નવું નિવેદન સામે આવ્યું છે.
ઈસ્કોને ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડથી પોતાના દૂર રાખ્યા હતા. આ પહેલા ઈસ્કોને એવું નિવેદન આપ્યું હતું કે ચિન્મય કૃષ્ણ દાસ ધાર્મિક સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતા નથી. હવે ઈસ્કોને બાંગ્લાદેશમાં રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા હિન્દુ પુજારીના પુજારીની સાથે હોવાનું જણાવ્યું છે.
ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ અનુસાર ઈસ્કોન બાંગ્લાદેશના મહાસચિવ ચારુ ચંદ્ર દાસ બ્રહ્મચારીએ જણાવ્યું હતું કે અનુશાસન ભંગ કરવાના કારણે હિન્દુ પુજારી ચિન્મય દાસને સંગઠને તમામ પદથી હટાવી દીધા હતા. જો કે હવે એક નવા નિવેદનમમાં તેમણે પૂર્વ સદસ્ય ચિન્મય દાસ સાથે હોવાનું જણાવ્યું હતું.
ઇસ્કોન બાંગ્લાદેશના જનરલ સેક્રેટરી ચારુ ચંદ્ર દાસ બ્રહ્મચારીએ જણાવ્યું હતું કે હિંદુ પૂજારી ચિન્મય દાસને શિસ્તના ભંગ બદલ સંસ્થાના તમામ હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા છે. જો કે, એક નવા નિવેદનમાં ઇસ્કોને ભૂતપૂર્વ સભ્ય ચિન્મય દાસ સાથે હોવાની સ્પષ્ટતા કરતું નિવેદન જારી કર્યું હતું.
Clarifying ISKCON's position and support for religious rights in Bangladesh pic.twitter.com/dtP6Qu0NoR
— ISKCON (@iskcon) November 28, 2024
ઈસ્કોને સ્પષ્ટતા કરતાં કહ્યું કે ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુ સંગઠનના સત્તાવાર સદસ્ય નથી. પરંતુ તેમણે પોતાને તેમનાથી દૂર નથી કરવાનો પ્રયાસ નથી કર્યો. ઈસ્કોન હિન્દુઓ અને તેમના પૂજા સ્થળોની રક્ષા માટે શાંતિપૂર્વક આહ્વાન કરનાર ચિન્મય કૃષ્ણ દાસના અધિકારો અને સ્વતંત્રતાનું સમર્થન કરવાથી પોતાને દૂર નથી કર્યા અને કરશે પણ નહિ.
બાંગ્લાદેશમાં ઈસ્કોન પર પ્રતિબંધ મુકવાની અરજી ફગાવાઈ
ઈસ્કોન પર બાંગ્લાદેશમાં પ્રતિબંધ મુકવાની વાત સામે આવી હતી. તેને કટ્ટરપંથી સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. આ સંબંધમાં ઈસ્કોન સામે એક વકીલ દ્વારા કાનુની અરજી દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ બાંગ્લાદેશ હાઈકોર્ટે ઈસ્કોન પર પ્રતિબંધ મુકવાનો ઈન્કાર કર્યો હતો.