રાજ્યભરમાં ચોમાસું બરોબરનું જામ્યું છે ત્યારે આગામી 24 કલાકમાં ભરૂચ, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ તથા મહેસાણા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ચોમાસાની ઋતુમાં વરસાદ ખેંચાવાને લઇને ખેડૂતો ચિંતામાં છે.ત્યારે બીજી તરફ જિલ્લામાંથી પસાર થતી કેનાલમાં પૂરતી માત્રામાં પાણી છોડવા માંગ ઉઠી છે. વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતા દિવસેને દિવસે વધી રહી છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદની ભારે ઘટ જોવા મળી રહી છે. ગત તા. 15 જુલાઇના રોજ એક ઇંચ વરસાદ થયા બાદ નડિયાદ શહેર કે જિલ્લામાં નહિવત વરસાદ જોવા મળી રહ્યો હતો ત્યારે 5 દિવસ બાદ પણ ફક્ત એક સામાન્ય વરસાદી ઝાપટું જ પડ્યું હતું.
ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે, જેને લઈ જિલ્લામાં સારો વરસાદ વરસશે તેવી આશા નગરજનો રાખી રહ્યા છે.