ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ગુરુવાર(27 ફેબ્રુઆરી)થી સતત વરસાદ વરસી રહ્યો છે. ઊંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારમાં પણ સતત વરસાદ શરુ છે. જોકે, ઊંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે ગંગોત્રી ધામ, ગોમુખ, ચીડ વાસા, ભોજ વાસા, કનકૂ ઉડાર, ભૈરો ઝાપ અને કેદાર ગંગા વિસ્તાર સંપૂર્ણ રીતે સફેદ ચાદરમાં લપેટાઈ ગયા છે.
Uttarkashi, Uttarakhand: Heavy snowfall in Gangotri Dham, Harsil and nearby areas has led to a sharp temperature drop. Farmers anticipate a good harvest. National highways remain blocked, with BRO (Border Roads Organisation) working swiftly to restore connectivity pic.twitter.com/WuD9v69hR2
— IANS (@ians_india) February 28, 2025
ગંગોત્રી ધામમાં રૅકોર્ડબ્રેક હિમવર્ષા
ગંગોત્રી ધામમાં આ વખતે રૅકોર્ડબ્રેક હિમવર્ષા જોવા મળી રહી છે. મુખ્ય મંદિરની આસપાસ આશરે ચાર ફૂટથી વધારે બરફ જામી ગયો છે. જોકે, હજુ સુધી હિમવર્ષા ચાલુ જ છે. મંદિરની છત અને આસપાસના વિસ્તારમાં પણ બરફની ચાદર છવાઈ ગઈ છે. જેનાથી સંપૂર્ણ ધામનો નજારો અત્યંત મનમોહક દેખાઈ રહ્યો છે. પરંતુ, ત્યાંની પરિસ્થિત ખૂબ જ ગંભીર છે. જો આ પ્રકારે હજુ હિમવર્ષા ચાલુ રહી તો આવનારા કલાકોમાં બરફની આ પરત વધી શકે છે. જેનાથી મંદિર અને અન્ય સંરચના પર ભાર વધી શકે છે.
અનેક વિસ્તાર બન્યા સંપર્કવિહોણા
સતત ચાલી રહેલી હિમવર્ષાના કારણે ઉત્તરકાશીના અનેક વિસ્તાર સંપર્કવિહોણા બન્યા છે. ગોમુખ, ચીડ વાસા, ભોજ વાસા, કનકૂ, ઉડાર, ભૈરો ઝાપ અને કેદાર ગંગા વિસ્તાર સંપૂર્ણ રીતે બરફથી ઢંકાઈ ગયા છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આવનાર થોડા દિવસો સુધી વાતાવરણ હજુ ખરાબ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આ સિવાય લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. તંત્ર તરફથી સ્થાનિક લોકો અને પ્રવાસીઓને બિનજરૂરી યાત્રા ટાળવા અને સુરક્ષિત જગ્યાએ રહેવાની સૂચના આપવામાં આવી છે.