click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કપડવંજનું ઐતિહાસિક અને પૌરાણિક નિલકંઠ મહાદેવ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કપડવંજનું ઐતિહાસિક અને પૌરાણિક નિલકંઠ મહાદેવ
GujaratKheda

કપડવંજનું ઐતિહાસિક અને પૌરાણિક નિલકંઠ મહાદેવ

કપડવંજના કુંડવાવ પાસે આવેલા એક હજાર વર્ષથી વધુ જૂના નિલકંઠ મહાદેવ મંદિરનું ટૂંક સમયમાં નવનિર્માણ શરૂ થશે. પ્રાચીન શિવલિંગને યથાસ્થાને રાખીને મંદિરને નવું સ્વરૂપ અપાશે. જાણો મંદિરનો ઇતિહાસ અને લોકવાયકા.

Last updated: 2026/08/31 at 12:35 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

કપડવંજ નગરની મધ્યે નિલકંઠ મહાદેવનું મંદિરનો ઐતિહાસિક અને પૌરાણિક વારસો છે.વર્ષો પહેલા વાણિયાની એક ગાય જગ્યાએ દૂધની ધારા કરતી હતી ત્યાં ખોદકામ કરતાં નિલકંઠ મહાદેવ પ્રગટ થયા હતાં.તેવા ઐતિહાસિક વારસા સાથે બિરાજમાન નિલકંઠ મહાદેવનું એક હજાર વર્ષ પછી મંદિર પરિસરના નવનિર્માણના કાર્યનો ટૂંક સમયમાં પ્રારંભ થશે.

કપડવંજ નગરના ટાવર રોડ ઉપર કુંડવાવ પાસે બિરાજમાન લીલકંઠ બાદમાં નિલકંઠના નામે પ્રચલિત મહાદેવનો અનોખો ઈતિહાસ છે.
જ્યારે આ સ્થળ જંગલ હતું. ત્યારે કેટલીક વખત કપડવંજના ઢોર ચરવા આવતાં.આ સ્થળે મહાદેવ છે તે કોઈની જાણમાં નહોતું. એક વણિકની ગાય જે જગ્યાએ દૂધની ધારા કરતી હતી અને તે વણિકને દૂધ આપતી નહોતી. આ કારણ શોધવા વણિક અને ગોવાળે તપાસ આદરી. તપાસ કરતાં નિયત પ્રમાણે આ સ્થળે ગાય દૂધની ધારા કરતા નજરે નિહાળી. આ સ્થળમાં કંઈક ચમત્કાર છે એમ સમજી ત્યાં ખોદકામ કરતાં શિવલીંગ નીકળ્યું અને આ લિંગની સ્થાપના આ વણિકે કરી.

નિલકંઠ મહાદેવ પાસે જ એક વિશાળ કુંડ છે. ત્યાં આગળ તે સમયે એક તળાવ હતું.એ સમયમાં ગુજરાતનો રાજા સિદ્ધરાજ જયસિંહ આ તરફ ફરવાને સારૂં આવ્યો હતો.તેમની સાથે એક સોમદત્ત કરીને પંડિત હતાં.તે પંડિતને રક્ત પિત્તનો રોગ થયો હતો. તે પંડિત તળાવમાં ન્હાવા ગયો અને તેનો રોગ નાશ પામ્યો તેવી એક લોકવાયકા છે. ચમત્કારીત તળવા અંગે સિદ્ધરાજ જયસિંહને અચરજ થયું હતું.અને આ તળાવમાં કંઈક દેવી શક્તિ છે તેવી આસ્થા સાથે તળાવ ખોદાવવા માડ્યું હતું. ખોદકામ દરમ્યાન નારાયણદેવ દાદા, મહાલક્ષ્મી માતાજી અને ફુલબાઈ માતાજીની મુર્તિઓ નીકળી હતી.એ મુર્તિઓ નીલકંઠ મહાદેવમાં મુકવામાં આવી હતી.અને ત્યારબાદ કુંડવાવનું નિર્માણ કર્યું હતું.તથા તેની પાસે વાવ બંધાવી હતી.આમ જોતા સિદ્ધરાજ જયસિંહનો સમય વિક્રમ સંવત ૧૧૫૦નો છે.તેથી ૯૨૯ વર્ષ પહેલા કુંડવાવનું નિર્માણ થયું હતું.તે પહેલા કપડવંજમાંથી નીકળેલ તામ્રપત્રો જોતાં વિક્રમ સંવત ૯૪૪માં ગુજરાતમાં રાષ્ટ્રકુટ વંશનું રાજ હતું.આમ ૧૧૩પ વર્ષ તેને થયા છે.તે જોતાં આ નિલકંઠ મહાદેવ ૧૦૦૦ વર્ષ પુરાણું છે તેમ કહી શકાય તેમ છે.

નીલકંઠ મહાદેવનું મંદિર મહંમદ ગજનીના વખતનું છે. મહંમદ મૂર્તિભંજક હતો.તેથી આ મૂર્તિને બચાવવા તેની પ્રતિષ્ઠા ભોયરામાં કરી હતી.હાલ પણ આ ભોંયરું હયાત છે. (સંદર્ભ – ચરોતર સર્વ સંગ્રહ) નિલકંઠ મહાદેવ ખાતે સન-૧૯૬૪માં શ્રી શારદા પીઠાધીશ્વર જગદૃગુરૂ શંકરાયાર્યજી મહારાજ શ્રી ૧૦૦૮ અભિનવ સચ્ચિદાનંદ તીર્થ સ્વામી મહારાજે નિલકંઠ મહાદેવ ખાતે ચાતુર્માસ કર્યો હતો. જગદૃગુરૂની ઉપસ્થિતિમાં કપડવંજ નગરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત ધર્મસભાનું આયોજન કર્યું હતું. તેઓની ઉપસ્થિતિ દરમ્યાન કપડવંજ સંપૂર્ણ યાત્રાધામ બની ગયું હતું. ત્યારબાદ પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ મહારાજે પણ અત્રે ચાતુર્માસ કરી ધર્મસભાઓ કરી હતી.તે ઉપરાંત અનેક સંતોએ નિલકંઠ મહાદેવ ખાતે ચાતુર્માસ કરી નગરની પ્રજાને ધર્મલાભ આપ્યો હતો.

એક હજાર વર્ષ પછી નિલકંઠ મહાદેવને નવા રૂપરંગ આપવાના ભગીરથ કાર્યનો આરંભ થયો છે. ભોંયરામાં બિરાજમાન શિવલીંગને યથાસ્થાને રાખી મહાદેવના મંદિરના નવનિર્માણના કાર્યનો ટૂંક જ સમયમાં આરંભ થઈ જશે.

સુરેશ પારેખ

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડરની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, હુમલાખોરો ફરાર

સુરતમાં ડેન્ગ્યુ-ટાઈફોઈડનો કહેર: 8 વર્ષની બાળકી સહિત 3ના મોત, સિવિલ-સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની ભીડ

નડિયાદ ખાતે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં યોજાયો રાખી મહોત્સવ

પાટણના વૌવા ગામમાં જંગલી પ્રાણીનો હુમલો: મહિલાઓ-વૃદ્ધો સહિત 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત

સાપુતારા-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત.

TAGGED: @india, 1000 YEAR OLD SHIVA TEMPLE, ANCIENT SHIVA TEMPLE GUJARAT, gujarat, GUJARAT TEMPLE HISTORY, KAPADVANJ HISTORICAL PLACE, KAPADVANJ NILKANTH MAHADEV TEMPLE, KAPADVANJ TEMPLE NEWS, KUND VAV KAPADVANJ, NILKANTH MAHADEV KAPADVANJ, NILKANTH MAHADEV TEMPLE RENOVATION, oneindianews, SIDDHRAJ JAISINGH KUND VAV

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 31, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પાટણના વૌવા ગામમાં જંગલી પ્રાણીનો હુમલો: મહિલાઓ-વૃદ્ધો સહિત 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Next Article નડિયાદ ખાતે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં યોજાયો રાખી મહોત્સવ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડરની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, હુમલાખોરો ફરાર
Gujarat Surat સપ્ટેમ્બર 1, 2026
સુરતમાં ડેન્ગ્યુ-ટાઈફોઈડનો કહેર: 8 વર્ષની બાળકી સહિત 3ના મોત, સિવિલ-સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની ભીડ
Gujarat Surat સપ્ટેમ્બર 1, 2026
નડિયાદ ખાતે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં યોજાયો રાખી મહોત્સવ
Gujarat Kheda ઓગસ્ટ 31, 2026
કપડવંજનું ઐતિહાસિક અને પૌરાણિક નિલકંઠ મહાદેવ
Gujarat Kheda ઓગસ્ટ 31, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?