વિકળિયા ગામમાં આસ્થાનું કેન્દ્ર ઐતિહાસિક બેલનાથ મહાદેવ દર્શનીય છે. શ્રાવણ માસ સહિત ગ્રામજનો ભાવિકો દર્શન પૂજન લાભ લેતાં રહે છે.
રંઘોળા પાસે આવેલાં વિકળિયા ગામમાં નદીનાં કિનારે સુંદર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે આવેલ શિવાલય સૌનાં માટે આકર્ષણ ધરાવે છે. ઐતિહાસિક બેલનાથ મહાદેવ પૂરા પંથક માટે આસ્થાનું કેન્દ્ર છે.
અલગ અલગ સમયે જિર્ણોદ્ધાર નિર્માણ પામેલ અને ઐતિહાસિક કથાઓ સાથે જોડાયેલ બેલનાથ મહાદેવ ગ્રામજનો ભાવિકો માટે દર્શનીય છે અને શ્રાવણ માસમાં વિશેષ પૂજા અર્ચના અને થાળ પ્રસાદમાં સૌ લાભ લેતાં રહે છે.
શ્રાવણ માસ સહિત શિવરાત્રિ તેમજ અવારનવાર ગ્રામજનો ભાવિકો દર્શન પૂજન લાભ લેતાં રહે છે. મહંત રતિગિરિ મહારાજ અને ભૂદેવો તથા કાર્યકર્તા સેવકો દ્વારા સુંદર સેવા કાર્ય થઈ રહ્યું છે.