આજકાલ વાહન ચાલકો પોતાની ગતિ માર્યાદાનું ધ્યાન રાખતા નથી પરિણામે ઓવર સ્પીડમાં નિર્દોષ રાહદારીઓ કે વાહનચાલકોના મોત નીપજાવતા હોય છે. આવી જ એક ઘટના શામળાજી નેશનલ હાઇવે પર બનવા પામી છે.
શામળાજી આશ્રમ ચાર રસ્તા પાસે ગઈ કાલે સાંજના સુમારે એક બાઈક સવાર અને અન્ય એક વ્યક્તિ બાઈક પર જઈ રહ્યા હતા તે દરિમ્યાન બેફામ સ્પીડે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે બંને બાઈક સવારને અડફેટે લઇ કચડ્યા હતા જેના કારણે બંને બાઈક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેમાં અજાણ્યા વાહન ચાલક ફરાર થઇ ગયો હતો.
આ ગમખ્વાર અકસ્માત સર્જાતા લોકોનાં ટોળાં એકઠા થઇ ગયા હતા અને શામળાજી પોલીસ ને જાણ કરી હતી. શામળાજી પોલીસે આવીને કરીતો એક મૃતકના ખિસ્સામાં થી આધારકાર્ડ મળી આવ્યું હતું જેમાં વિજયસિંહ પ્રતાપસિંહ રાઠોડ સાબરકાંઠા ના નાનીબેબાર ગામના વતની જણાઈ આવ્યા હતા અન્ય એક મૃતકની ઓળખ માટે પોલીસે તાજવીજ હાથ ધરી છે.
અકસ્માત એટલો ભયંકર હતોકે બંને મૃતકોના ચેહેરાના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. પોલીસે પંચનામું કરીને બંને મૃતદેહ ને પી એમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.