છત્તીસગઢના કવર્ધા જિલ્લાના કુકદુરમાં આજે ભયાનક અકસ્માત થયો છે, જેમાં 25થી 30 લોકોને લઈ જતી પિકઅપ વાન પલટી જતા 18 લોકોના મોત થયા છે. મળતા અહેવાલો મુજબ બૈગા આદિવાસીઓ તેંદુના પાન તોડીને પાછા ફરી રહ્યા હતા, ત્યારે પિકઅપ વાન બાહપાની પાસે એક ખીણમાં ખાબકી જતા આ અકસ્માત સર્જાયો છે. આ તમામ લોકો કુઈના રહેવાસી હોવાનું કહેવાય છે.
कबीरधाम जिले के कुकदूर थाना क्षेत्र के बाहपानी गांव के पास पिकअप पलटने से 18 ग्रामीणों के निधन एवं 4 के घायल होने का दुःखद समाचार प्राप्त हो रहा है।
घायलों के बेहतर इलाज के आवश्यक निर्देश ज़िला प्रशासन को दिए गए है।
ईश्वर से दिवंगत आत्माओं की शांति और उनके परिवार के प्रति…
— Vishnu Deo Sai (Modi Ka Parivar) (@vishnudsai) May 20, 2024
મૃતકોમાં 18 મહિલાઓ પણ સામેલ
હાલ અકસ્માત સ્થળો પોલીસની ટીમ અને ઘણી એમ્બ્યુલન્સ વાન પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડી રહી છે. આ મામલે કવર્ધાના પોલીસ અધિક્ષક પલ્લવે કહ્યું કે, મૃતકોમાં 14 મહિલાઓ સામેલ છે, જ્યારે અકસ્માતમાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે.