Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026 Ahmedabad 23°C

“રાહુલ ગાંધીની બહેન સાંસદ બની શકે તો સામાન્ય દીકરી કેમ નહીં?” હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર

“રાહુલ ગાંધીની બહેન સાંસદ બની શકે તો સામાન્ય દીકરી કેમ નહીં?” હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન વડોદરામાં પ્રચાર માટે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા અને કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા નારી શક્તિ વંદન અધિનિયમને ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું.

હર્ષ સંઘવીએ પોતાના ભાષણમાં મહિલાઓના રાજકારણમાં વધતા પ્રતિનિધિત્વને લઈને ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે જો રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ સાંસદ બની શકે, તો સામાન્ય પરિવારની દીકરીઓ કેમ નહીં બની શકે? તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો કે લાલુ પ્રસાદ યાદવની પત્ની રાબડી દેવી મુખ્યમંત્રી બની શકે, તો સામાન્ય મહિલાઓ માટે પણ નેતૃત્વના દરવાજા ખુલ્લા હોવા જોઈએ.

કોંગ્રેસ પર નિશાન, બિલના વિરોધને લઈને ટીકા

હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે મહિલાઓને રાજકારણમાં 33 ટકા આરક્ષણ આપતા આ બિલનો વિરોધ કરવો શરમજનક છે. તેમણે કહ્યું કે આ અધિનિયમ માતા, બહેનો અને દીકરીઓ માટે નેતૃત્વનો “નવો સૂર્યોદય” છે. ભાજપે હંમેશા મહિલાઓના સશક્તિકરણ માટે કાર્ય કર્યું છે, જ્યારે કોંગ્રેસે આ મહત્વપૂર્ણ સુધારાનો વિરોધ કર્યો છે.

ભાજપનો દબદબો : 720 બેઠકો પર સીધી જીત

નાયબ મુખ્યમંત્રીએ દાવો કર્યો કે ગુજરાતમાં 720 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીત્યા છે, જે રાજ્યમાં ભાજપના મજબૂત સંગઠન અને લોકપ્રિયતાનું પ્રતિબિંબ છે. તેમણે કહ્યું કે જે લોકો પાર્ટી બદલીને વિપક્ષમાં ગયા છે, તેઓ હવે પાછા પોતાના “ઘર” તરફ વળી રહ્યા છે.

ગુજરાતીઓને બદનામ કરનારાઓને ચેતવણી

હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે ગુજરાતને બદનામ કરનારાઓને જનતા ક્યારેય માફ નહીં કરે. તેમણે આ ચૂંટણીને વિકાસ અને વિશ્વાસની લડાઈ ગણાવી અને મતદારોને ભાજપના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Vadodara Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.