ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિ આહારમાં દહીંનો સમાવેશ કરવાની સલાહ આપે છે. દહીંમાં ઠંડકની અસર હોય છે જે ગરમીથી બચાવવામાં મદદરૂપ થાય છે. દહીં પાચન, રોગપ્રતિકારક શક્તિ, આંતરડાના સ્વાસ્થ્ય અને અન્ય ઘણા ફાયદાઓ માટે જાણીતું છે, પરંતુ તેનું વધુ પડતું સેવન તમારા માટે સમસ્યાઓનું કારણ બની શકે છે. જો તમે આ હેલ્ધી ડેરીનું વધુ પડતું સેવન કરો છો તો જાણી લો દહીંની કેટલીક આડ અસરો વિશે.
દહીંમાં કેલ્શિયમનું હાઈ લેવલ કિડનીની સમસ્યામાં વધારો કરી શકે છે. તેથી જો તમને કિડની સંબંધિત સમસ્યા છે તો ભૂલથી પણ દહીંનું સેવન ન કરો.
દહીંનું વધુ પડતું સેવન મગજની કામ કરવામાં અસર કરી શકે છે.