હાલની જીવનશૈલીમાં ખાનપાનના કારણે મોટાભાગના લોકોનું શરીર વધી જતું હોય છે. ત્યારે આ વધતા જતા વજનને ઓછું કરવા લોકો વિવિધ પ્રકારના પ્રયોગો કરતા હોય છે. પરંતુ આવા ઉપાયોથી ખાસ કંઈ ફરક નથી પડતો. ખાસ કરીને જ્યારે ગરમી વધારે હોય ત્યારે આ કામ સહેલું નથી. કારણ કે ગરમીના દિવસોમાં શરીરની વધારાની ચરબી જલદી થી ઓછી થાય છે. ત્યારે ગરમીના દિવસોમાં વજન ઘટાડવા માટે વિવિધ પ્રકારના પીણાં પીવાના કારણે તમે શરીરની ચરબીમાં ઘટાડો કરી શકશો.
કાકડીનો રસ
કાકડી વધારે પ્રમાણમાં હાઇડ્રેટિંગ હોવાના કારણે વજન ઘટડાવામાં અસરકારક નીવડે છે. આમાં 80 ટકા પાણીનું પ્રમાણ હોય છે. કાકડી ખાવાના કારણે પેટ વધારે સમય સુધી ભરેલું લાગે છે. જેના કારણે વજનમાં વધારે ઘટાડો થાય છે. ગરમીના સમયે કાકડીનો રસ પીવાથી મોટાપો ઓછો કરવામાં ફાયદારૂપ સાબિત થાય છે અને શરીર હાઇડ્રેટેડ પણ રહે છે.
છાશ
આમ તો ગુજરાતીઓને છાશ વગર ચાલતું જ નથી. ગરમીના દિવસોમાં છાશ પ્રમાણસર પીવાના કારણે વજન ઓછું કરવામાં મદદરૂપ થઇ રહે છે. છાશમાં પ્રોબાયોટિક્સ હોવાના કારણે તે હેલ્થી બેક્ટેરીયાનું પ્રમાણ વધારે છે. જેના કારણે પાચનશક્તિ વધારે મજબૂત થાય છે.
વિવિધ રસો
નારંગી, નારિયેળ પાણી, મોસંબી અને વિવિધ પ્રકારના રસ ગરમીના દિવસોમાં પીવાથી વજન ઘટાડવામાં ઘણા મદદરૂપ થાય છે. આ રસોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોવાના કારણે મેટાબોલિઝમનું પ્રમાણ વધારે છે. આ પ્રકારના રસ બનાવવા માટે બોટલમાં પાણી ભર્યા બાદ તેમા નારંગીના ટુકડા નાખીને તેને પીવાથી શરીરની ચરબી દૂર થશે.
ફુદીના – લીંબુ પાણી
વજન ઓછું કરવા માટે ફુદીના અને લીંબુ પાણી ઘણું મદદરૂપ થઇ શકશે. આ પીવાથી શરીરમાં જમા થયેલા ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે. જેના કારણે વજન સરળતાથી ઓછું થાય છે. અને સાથોસાથ ગરમીના દિવસોમાં શરીરને ડિહાઇડ્રેટ પણ રાખશે.