ફિલ્મ, ટીવી અને સેલિબ્રિટીની દુનિયામાં સૌથી લોકપ્રિય સ્ત્રોત IMDb એ વર્ષ 2023ના ટોચના 10 સૌથી લોકપ્રિય ભારતીય કલાકારોની જાહેરાત કરી છે. આ ચોક્કસ યાદી IMDbના વિશ્વભરમાં 20 મિલિયનથી વધુ મુલાકાતીઓના પેજ વ્યૂ પર આધારિત છે.
ટોપ 10 લોકપ્રિય કલાકારોની યાદીમાં બોલિવૂડના ‘કિંગ ખાન’ એટલે કે શાહરૂખે જીત મેળવી છે. બે બ્લોકબસ્ટર ફિલ્મો પઠાણ અને જવાનએ તેમને વિશ્વભરના ચાહકો દ્વારા સૌથી વધુ પસંદ કર્યા છે. અભિનેત્રી આલિયા ભટ્ટ આ યાદીમાં બીજા સ્થાને છે.
સ્ટાર્સ પદ્ધતિનો થાય છે ઉપયોગ
IMDb એટલે ઈન્ટરનેટ મૂવી ડેટાબેઝ. IMDb એક ઓનલાઈન ડેટાબેઝ પ્લેટફોર્મ છે જ્યાં મૂવી જોનારાઓ તેમના રેટિંગ દ્વારા કલાના કામને રેટ કરે છે. સ્ટાર્સ પદ્ધતિનો ઉપયોગ કરીને આ પ્લેટફોર્મ પર રેટિંગ આપવામાં આવે છે. 10 એ સૌથી વધુ રેટિંગ છે અને મૂવીઝ, સિરિયલ્સ, વેબ સિરીઝ, વિડિયો ગેમ્સ જેવી વિવિધ વસ્તુઓને અહીં રેટ આપી શકાય છે. IMDb રેટિંગ જેટલું ઊંચું હશે, લોકો પાસે તે મૂવી, સિરિયલ અથવા વેબ સિરીઝ માટે વધુ માન્યતા હશે.
IMDb ની 2023ની યાદીમાં ટોપ 10 સૌથી વધુ લોકપ્રિય ભારતીય કલાકારો
- શાહરૂખ ખાન
- આલિયા ભટ્ટ
- દીપિકા પાદુકોણ
- વામિકા ગબ્બી
- નયનતારા
- તમન્ના ભાટિયા
- કરીના કપૂર ખાન
- શોભિતા ધુલીપાલા
- અક્ષય કુમાર
- વિજય સેતુપતિ
વર્ષ 2023 માટે IMDb ની રેન્કિંગમાં સૌથી વધુ વાર્ષિક રેન્કિંગ ધરાવતા કલાકારોની આ IMDbની યાદી છે. આ રેન્કિંગ વિશ્વભરમાં દર મહિને IMDbના 20 કરોડથી વધુ વિઝિટરોના વાસ્તવિક વ્યૂ પર આધારિત છે.
આલિયા ભટ્ટ સતત બીજા વર્ષે આ યાદીમાં બીજા સ્થાને છે. તેની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ આ વર્ષે રિલીઝ થઈ હતી. આ સાથે તેની પહેલી હોલિવૂડ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ પણ દર્શકોની સામે આવી હતી. ફિલ્મો ઉપરાંત તેણે આ વર્ષની શરૂઆતમાં મેટ ગાલામાં તેની શરૂઆત કરી હતી. તેની ફિલ્મ RRR ને એકેડેમી એવોર્ડ પણ મળ્યો હતો.
પાંચમા ક્રમે આવેલી નયનતારાએ શાહરૂખ સાથે ફિલ્મ ‘જવાન’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. દીપિકા પાદુકોણ પણ ‘પઠાણ’ અને ‘જવાન’ બંનેમાં જોવા મળી હતી. ‘કોફી વિથ કરણ 8’માં દીપિકા અને રણવીરનો એપિસોડ પણ ખાસ ચર્ચામાં રહ્યો હતો.