Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

ભાજપના કેસરીસિંહ સોલંકીએ ફરી એકવાર વિવાદનો મધપૂડો છેડ્યો : સોશિયલ મીડિયા પર ભાજપના સક્રિય સભ્ય હોવાનો પુરાવો મુક્યો

ભાજપના કેસરીસિંહ સોલંકીએ ફરી એકવાર વિવાદનો મધપૂડો છેડ્યો : સોશિયલ મીડિયા પર ભાજપના સક્રિય સભ્ય હોવાનો પુરાવો મુક્યો

ખેડા જિલ્લા ભાજપમાં ફરી એકવાર કેસરીસિંહ સોલંકી દ્વારા તેમની અવગણના અને તેમને થતા અન્યાયોને લઈ ખુલ્લેઆમ જિલ્લા ભાજપ સંગઠન સામે તેઓ અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યારે થોડા દિવસ અગાઉ અમૂલ ની પ્રેસ કોન્ફરન્સમાં કેસરીસિંહ સોલંકી સામે કોઈ પગલા ભરાશે કે કેમ તેઓ સવાલ જિલ્લા ભાજપ પ્રમુખને પૂછતા તેમણે જણાવ્યું હતું કે કેસરીસિંહ સોલંકી એ ભાજપના સક્રિય સભ્ય જ નથી… જેથી જે સભ્ય જ ન હોય તેને સસ્પેન્ડ કરવાનો કોઈ પ્રશ્નજ નથી ઉભો થતો…

તો સામે કેસરીસિંહ સોલંકીએ પોતાના સોશિયલ મિડિયા પર ભાજપના સક્રિય સભ્ય હોવાનો પુરાવો મૂકી ભાજપ જીલ્લા પ્રમુખને સાંકેતિક ભાષામાં જવાબ આપ્યો.. અને આ સમગ્ર મામલાને લઈ જ્યારે મિડિયાએ કેસરીસિંહ સોલંકીને પૂછ્યું ત્યારે તેમણે પોતે સક્રિય સભ્ય હોવાનો પુરાવો પણ આપ્યો અને સામે જિલ્લા પ્રમુખને સવાલો કરતા કહ્યું કે જો હું સભ્ય જ નથી તો ચાર મહિના પહેલા જીલ્લા પ્રમુખે જીલ્લા ચૂંટણી કમિટીમાં મારો સમાવેશ કઈ રીતે કર્યો…?? સાથે અન્ય સવાલ કરતા કહ્યુ કે જો હુ સભ્યજ નથી તો ભાજપ જીલ્લા પ્રમુખે ખેડા જિલ્લા સંઘની ચૂંટણી સમય મારી સાથે મીટીંગ શા માટે કરી હતી…?? આમ, માતર પૂર્વ ધારાસભ્ય,અમુલ અને કેડીસીસી બેંક ડિરેક્ટર કેસરીસિંહ સોલંકીએ ભાજપ જિલ્લા પ્રમુખના સવાલ સામે પોતાનો જવાબ પુરાવા સાથે રજૂ કરી.. સાથે સાથે ભાજપ જીલ્લા પ્રમુખને અન્ય સવાલો કરી ફરી એકવાર વિવવાદનો મધપૂડો છેડ્યો છે.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.