કઠલાલ તાલુકા ના અભ્રીપુર ગામે સતત બે દિવસ થી આખા ગામમાં ચાંદીપુરા સર્વેલન્સ ની કામગીરી અને ડસ્ટિંગ ની કામગીરી આખા ગામમાં કરવામાં આવી.અને ઘરે ઘર ના લોકોને રોગ વિશે ની સમજણ આપવામાં આવી આરોગ્ય સ્ટાફ અને સરપંચ સાથે રહીને કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આજ રોજ ભરકુંડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાબા હેઠળ ના ભરકુંડા અભ્રિપુર બગડોલ ગામોમાં વાહક જન્ય રોગો ના અટકાયતી પગલાં ના ભાગરૂપે ઓઇલ બોલ અને ડાયફ્લ્યુંબેન્ઝીર્યુંન દવાનું છંટકાવ ભરકુંડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. અભ્રીપૂર ગામ ના સરપંચશ્રી આ કાર્ય માં સાથે રહી ને લોકહિત માં ખૂબ મહત્વનો ફળો આપ્યો હતો.