મહુવામાં મસ્જીિદની પાછળ રહેતા ફયાઝ રફીક શેખે જેનિશ બનીને તાલુકા મથક મહુવાની બાજુના ગામની સગીર વયની વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વર્ષ ૨૦૧૬થી અનેક વખત બળાત્કાર ગુજાર્યાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઉપરથી તેણીને છેતરવા મહુવાથી કારમાં બેસાડી જઈ બારડોલીના સરભોણ ગામ પાસે લઈ ગયો હતો જ્યાં કોઈ દાઢીવાળા મૌલવીને ગાડીમાં બેસાડી નિકાહ પણ પઢાવી કોઈ કાગળ પર સહી કરાવી હતી. આ આદિવાસી યુવતીને શોષણનો ભોગ બન્યાનું ભાન થતાં અને તેનો પ્રેમી જેનિશ નહીં પરંતું મહુવાનો ફયાઝ શેખ નામનો મુસ્લિમ યુવક હોવાનું બહાર આવતા યુવતીએ મહુવા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ફયાઝ સામે બળાત્કાર અને એટ્રોસીટી એકટ હેઠળ ફોજદારી ગુનો નોંધી તેની તપાસ બારડોલી ડી.વાય.એસ.પી.એ શરૂ કરી છે.
મહુવાના મસ્જીિદની પાછળ રહેતા ફયાઝ રફીક શેખે મહુવાની જી.એચ. ભકત હાઈસ્કૂલમાં વર્ષ ૨૦૧૬માં ધોરણ ૧૦માં ભણતી મહુવાના એક ગામની જે તે વખતની સગીર વયની વિદ્યાર્થિનીને જેનિશ નામ ધારણ કરી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારે તે સગીરાને મહુવાથી મોટર સાયકલ પર બેસાડી મોરદેવી ગામના નદીના પુલ નીચે ઝાડી ઝાંખરામાં લઈ ગયો હતો. અને ત્યાં બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારપછીના થોડાક દિવસ પછી તું મને ખુબ ગમે છે. હું તારા વગર જીવી શકું એમ નથી. હું તારી સાથે જ લગ્ન કરીશ.તેમ કરીને આ મુસ્લિમ યુવકે ફરી આ યુવતીના ગામ પહોંચી તેમના ઘરના વાડાની પાછળ ઝાડી-ઝાંખરામાં મળવા બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. અગાઉ ફયાઝે બળાત્કાર બાદ આ યુવતી ગર્ભવતી બની હતી. તેણે આ વાત ફયાઝને જણાવતા તેણે ગર્ભ પડાવવાની દવા આપી હતી. દવા ન પીશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી તેણી પાસે ગર્ભપાત કરાવ્યો હતો. અને ચારેક મહિના સુધી વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું.
આ દરમિયાન આ સગીરાની માતા અને તેનો ભાઈ ઘરમાં વાત કરતાં હતા કે, તેણી પોતે મહુવાના કોઈ વિધર્મી છોકરા સાથે પ્રેમ સબંધ બાંધેલો છે અને ફરી રહી છે. આ સાંભળીને આ આદિવાસી વિદ્યાર્થિનીએ તેના પ્રેમી જેનિશને ફોન કર્યો અને પુછેલું કે, તું વિધર્મી છે ? તે વખતે સામેથી જેનિશ બનીને બોલતા ફયાઝ શેખે પોતે વિધર્મી છે એમ કહ્યું પરંતુ નામ જણાવ્યું ન હતું અને ફોન કાપી નાંખ્યો હતો. તેથી આ યુવતીએ પોતે છેતરાઈ હોવાનું જણાતા ફયાઝ સાથે ત્રણ વર્ષ સુધી સબંધ કાપી નાંખ્યો હતો. તેમ છતાં આ ફયાઝ સતત યુવતીનો પીછો કરતો હતો અને ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ પણ મોકલી હતી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel