અષાઢ સુદ અગિયારસથી પૂનમ સુધી નાની બાળાઓ પવિત્ર વ્રત ગણાતા ‘ગૌરીવ્રત’ની ઉજવણી કરે છે, આ દિવસો દરમિયાન ઉપવાસ કરે છે અને ગોરમાનું પૂજન કરે છે. ત્યારે ગૌરીવ્રત કરતી દીકરીઓએ પાંચ દિવસ પૂર્ણ થતા જવારાની પૂજા-આરતી કરીને નહેરમાં પધરાવી પોતાનો વ્રત પૂર્ણ કર્યો હતો.
અષાઢ માસના શુક્લ પક્ષની તેરસ તિથિએ માતા પાર્વતીને પ્રસન્ન કરવા માટે જયા પાર્વતી વ્રત રાખવામાં આવતું હોય છે, માન્યતાઓ અનુસાર આ વ્રત કુંવારી કન્યાઓએ 5 દિવસ સુધી ઉપવાસ રાખે છે ત્યારે આજે જાગરણના બીજા દિવસે ગૌરીવ્રત કરતી દીકરીઓએ જે પાંચ દિવસ પૂજા અર્ચના કરીને જે જવારા ની આજે પૂજા આરતી કરીને ગૌરીવ્રત કરતી દીકરીઓએ જવારા ને નહેરમાં પધરાવી હતી અને પ્રાર્થના કરી હતી કે જીવનમાં સુખ શાંતિ ના આશીર્વાદ તમારા મળતા રહે તેવી પ્રાર્થના કરી હતી.